×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

USએ હિરોશિમામાં જ્યાં પરમાણુ બોમ્બ ઝિંક્યો હતો ત્યાં પહોંચ્યા PM મોદી, જાણો આજનો કાર્યક્રમ

image : Twitter


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ હિરોશિમામાં તે સ્થાન પર પહોંચી ગયા છે જ્યાં 78 વર્ષ પહેલા અમેરિકાએ પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. PM એ હિરોશિમા પીસ મેમોરિયલ ખાતે પરમાણુ બોમ્બ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી, ત્યારબાદ પીસ મેમોરિયલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. 

આજનો શું કાર્યક્રમ છે? 

PMનો આગળનો કાર્યક્રમ G7 બેઠકમાં ભાગ લેવાથી શરૂ થશે. આજના કાર્યક્રમમાં પીએમ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને પણ મળશે, ત્યારબાદ પીએમ ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ્સ કો-ઓપરેશન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પાપુઆ ન્યુ ગિની જવા રવાના થશે.

2024માં ભારતમાં ક્વાડ મીટિંગ યોજવાની જાહેરાત કરવામાં આવી છે

શનિવાર (20 મે)ના રોજ પીએમ મોદીએ ઝેલેન્સકીનીસાથે જી-7 અને ક્વાડના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. ક્વાડ સમિટમાં બોલતા પીએમએ કહ્યું હતું કે 'ક્વાડ ગ્રુપ એ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તે વિશ્વ વેપાર, નવીનતા અને વિકાસનું એન્જિન છે. બેઠક દરમિયાન પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે 2024માં ભારતમાં ક્વાડ બેઠક યોજાશે.

ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

પીએમ મોદીએ જાપાનના હિરોશિમામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે યુદ્ધ વિશે કહ્યું હતું કે આ અમારા માટે માનવતાવાદી મુદ્દો છે, જેના ઉકેલ માટે ભારત ચોક્કસપણે યુક્રેન માટે કંઈક કરશે. તે જ સમયે, ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.