×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તો શું નંબર 2 પર રહેલી ચેન્નઈ IPLમાંથી બહાર થઈ જશે? આ ત્રણ ટીમો બગાડી શકે છે ખેલ

Image Twitter

તા. 15 મે 2023, સોમવાર 

અત્યાર સુધી IPL 2023ની  61 મેચ પુરી થઈ ગઈ છે પરંતુ નવાઈની વાત તો એ છે કે હજુ સુધી ઓફિશલી કોઈ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ નથી. પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈમ્સ 16 પોઈન્ટસ સાથે પહેલા નંબર પર છે, જ્યારે એમ એસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ 15 પોઈન્ટસ સાથે બીજ નંબર પર છે. રવિવારના રોજ કોલકતા નાઈટરાઈડર્સે ચેન્નઈને હરાવતા ધોનીની મુશ્કેલીમાં વધારો થયો છે. 13 મેચોમાંથી 7 મેચ જીત્યા પછી ચેન્નઈની પાસે 15 અંક છે પરંતુ હજુ સુધી તે પ્લેઓફ માટે ક્વોલિફાઈ નથી થઈ. 

ચેન્નઈને પોતાના ઘરમાં મળી કોલકતા સામે હાર

ચેન્નઈના એમ એ ચિદંબરમ સ્ટેડિયમમાં સીએસકે પોતાનો છેલ્લી મેચ હારી ગઈ હતી.  સુનિલ નરેન 2/15 અને વરુણ ચક્રવર્તી 2/36 ની જોરદાવર બલ્લેબાજી બાદ નીતીશ રાણા અને રિંકુ સિંહએ અડધી સેન્ચુરી સાથે કોલકતાએ જીત મેળવી લીધી હતી. અહી તમે આ જાણીને હેરાન થઈ જશો કે એમ એસ ધોનીની ટીમને પ્લેઓફમાં પહોચવાનું સ્વપ્ન અધુરુ રહી શકે છે. 

ચેન્નઈ માટે ચક્રવ્યુહ તૈયાર, એક ભૂલથી બદલાઈ જશે ખેલ

હવે તેને છેલ્લો ચાન્સ છે કે જો તે દિલ્હી કેપિટલ્સ સામે રમવાનું છે. અને આ મેચ શનિવારના રોજ દિલ્હીમાં 20 મે ના રોજ રમાશે.  અને અહી જો ઘોનીની ટીમ હારે છે તો તે ટુર્નામેન્ટની બહાર આવી જશે. તેના માટે  મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ પાસે તેની વ્યુરચના તૈયાર છે આવો જાણીએ કે જો સીએસકોની પાસે 15 પોઈન્ટસ જ છે તો તે કઈ રીતે બહાર થઈ શકે છે. 

દિલ્હી સામે ચેન્નઈની આ છેલ્લી મેચ, અને જો હારી જાય તો ખલ પુરો 

સૌથી પહેલા IPL 2023 માં  CSK પોતાની છેલ્લી મેચ દિલ્હી કેપિટલ્સ સામે 20 મે ના રોજ રમવાની છે. જો તેમા   CSK આ મેચ હારી જાય તો તેમા 15 અંક જ રહેશે. ગુજરાત ટાઈટંસ પહેલાથી 16 અંક પર છે જેથી હવે જે ટીમ પાસે 15 અંક છે તે ટીમ આગળ આવી શકે છે.