×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શ્રીનગર સહિત 5 જિલ્લામાં 13 સ્થળો પર દરોડા, ટેરર ​​ફંડિંગ કેસમાં NIAની મોટી કાર્યવાહી


જમ્મુ કાશ્મીરમાં NIAની મોટી કાર્યવાહી સામે આવી છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાં અને પુલવામામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ટેરર ​​ફંડિંગના સંબંધમાં કેટલાક સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે. પહેલા પણ NIAએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ષડયંત્રના સંદર્ભમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ NIA ટેરર ​​ફંડિંગને લઈ શ્રીનગર સહિત 5 જિલ્લામાં 13 સ્થળો પર દરોડા કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ પણ NIA દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

NIAએ ફરી એક વખત શ્રીનગરના કુરસુ રાજબાગમાં  ત્રણ ભાઈઓ મોહમ્મદ અયુબ પખ્તૂન, તારિક અહેમદ અને સફીનના ઘરોની તપાસ કરી હતી. ઝાકુરામાં મુશ્તાક અહમદ પિંજુના ઘરની તલાશી લેવામાં આવી હતી. બડગામ જિલ્લાના યુદ્ધ સંગમ વિસ્તારમાં સજ્જાદ અહેમદ ખાનના ઘરની તલાશી લીધા બાદ NIAએ તેને પૂછપરછ માટે કસ્ટડીમાં પણ લીધો હતો. આ સાથે જ બડગામના જ મીર મોહલ્લા નસરુલ્લાપોરામાં ફયાઝ અહમદ રાથેરના ઘરની તલાશી લેવામાં આવી હતી.