×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અકોલા બાદ અહેમદનગરમાં હિંસા, ધાર્મિક જૂલુસ પર પથ્થરમારો, 8 પોલીસકર્મી ઘવાયા, 50ની અટકાયત

source: Twitter (grab)



મહારાષ્ટ્રના અકોલા બાદ હવે અહમદનગરથી પણ હિંસાના સમાચાર આવી રહ્યા છે. અહમદનગર જિલ્લાના શેવગાંવમાં, ગઈકાલે રાત્રે ધાર્મિક યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ, જેના પછી હિંસા અને પથ્થરમારો થયો હતો. હિંસા દરમિયાન આઠ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ ધાર્મિક યાત્રા માટે અગાઉથી જ વધારાની પોલીસ, SRPF ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.

હિંસા અને પથ્થરમારાના સંબંધમાં 50 લોકોને કસ્ટડીમાં લીધા 

પોલીસે હિંસા અને પથ્થરમારાના સંબંધમાં 50 લોકોને કસ્ટડીમાં લીધા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટના ઔરંગાબાદ અને અહમદનગર શહેરોથી લગભગ 80 કિલોમીટરના અંતરે બની હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે હિંસા જોવા મળી  

સમાચાર અનુસાર, છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ પર ગઈકાલે સાંજે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન એક જૂથે સરઘસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પછી, અન્ય જૂથ દ્વારા ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને હિંસા ફાટી નીકળી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 50 લોકોની અટકાયત કરી છે.