×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તમિલનાડુના બે જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોને કાળ ભરખી ગયો, 30થી વધુની હાલત ગંભીર

image : Wikipedia 


તમિલનાડુના વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી ત્રણ મહિલાઓ સહિત 10 લોકોના મોત થયા છે. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી હતી. વિલ્લુપુરમ જિલ્લાના મારક્કનમ નજીક એકકિયારકુપ્પમના 6 લોકો રવિવારે મૃત્યુ પામ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચેંગલપટ્ટુ જિલ્લાના મદુરંથાગામમાં શુક્રવારે બે વ્યક્તિઓ અને રવિવારે એક દંપતીનું મોત ઝેરી દારૂના સેવનને કારણે થયું હતું.

ઈથેનોલ-મિથેનોલ મિશ્રિત ઝેરી દારૂ પીવાને કારણે બની ઘટના 

તેમણે કહ્યું કે બે ડઝનથી વધુ લોકોની સારવાર ચાલી રહી છે. ઘટના પછી, પોલીસ મહાનિરીક્ષક (ઉત્તર) એન કન્નને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે તમામ 10 પીડિતોએ ઇથેનોલ-મિથેનોલ જેવા ભેળસેળવાળા પદાર્થથી ભરપૂર દારૂ પીધો હતો. તેમણે કહ્યું કે તમિલનાડુના ઉત્તરમાં ઝેરી દારૂના કારણે મૃત્યુની બે અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે અને હજુ સુધી પોલીસને બંને ઘટનાઓ વચ્ચે સંબંધ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે. 

પોલીસ વિભાગમાં હડકંપ, કરાઈ મોટી કાર્યવાહી 

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઝેરી દારૂ પીવાની બે ઘટનાઓની માહિતી મળી હતી જેમાં એક ચેંગલપટ્ટુ જિલ્લામાં અને બીજી વિલ્લપુરમ જિલ્લામાં બની હતી. મરક્કનમ નજીક વિલ્લુપુરમ જિલ્લાના એક્કિયરકુપ્પમ ગામમાં વોમિટ, આંખોમાં બળતરાં અને ચક્કર આવવાની ફરિયાદ સાથે 6 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. આઈજી એન કન્નને કહ્યું કે, સૂચના મળતાં જ પોલીસની એક ટીમ ગામમાં પહોંચી અને બીમાર લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. જેમાં ચારના મોત થયા હતા. જ્યારે બે આઈસીયુમાં છે. 33 લોકોની સારવાર ચાલી રહી છે.તેમણે કહ્યું કે સંબંધિત અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે. વિલુપુરમ મરક્કનમમાં 2 ઈન્સ્પેક્ટર અને 2 સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એ જ રીતે ચેંગલપટ્ટુ ઘટનાના સંબંધમાં એક ઈન્સ્પેક્ટર અને 2 સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.