×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બુર્કિનો ફાસોમાં આતંકવાદી હુમલો: ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો પર અંધાધૂધ ફાયરિંગ, 33ના મોત


Image Source: Twitter

- ગુરુવારે સાંજે લગભગ 5:00 વાગ્યે ચેરીબા વિભાગના Youlou ગામમાં આતંકવાદી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા. 14 મે 2023, રવિવાર

પશ્ચિમ આફ્રિકન દેશ બુર્કિના ફાસોના બોઉકલ ડુ મૌહોન વિસ્તારમાં શનિવારે હુમલાખોરોએ ખેડૂતો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 33 લોકોના મોત થયા હતા. આ માહિતી બોઉકલ ડુ મૌહોન ક્ષેત્રના ગવર્નરે આપી હતી.

સરકાર બુર્કિના ફાસોના બોઉકલ ડુ મૌહૌન પ્રદેશમાં જેહાદી હુમલાઓ સામે લડી રહી છે. બીજી તરફ 11 મે ગુરુવારે સાંજે લગભગ 5:00 વાગ્યે ચેરીબા વિભાગના Youlou ગામમાં આતંકવાદી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. આ માહિતી મૌહુન પ્રાંતના ગવર્નર બાબો પિયર બાસિંગાએ આપી હતી.

આતંકવાદીઓએ બોઉકલ ડુ મૌહૌન વિસ્તારમાં નાગરિકોને નિશાન બનાવ્યા હતા. તે સમયે લોકો નદી કિનારે ખેતી કરતા હતા. હુમલા બાદ પરિસ્થિતિનો તાગ મેળવતા મૃત્યુઆંક 33 જણાવવામાં આવ્યો હતો. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે, હુમલાખોરો મોટરસાઈકલ પર આવ્યા હતા. તેમની પાસે ખતરનાક હથિયારો હતા. તેનાથી તેઓએ આવતાની સાથે જ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.