×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નફરતોનું બજાર બંધ થયું અને પ્રેમની દુકાનો ખુલી ગઇ : રાહુલ


- મુડીવાદીઓની તાકાતને ગરીબોની શક્તિએ હરાવી

- ભાજપની હાર માટે માત્ર હું જ જવાબદાર, અમે આત્મંથન કરીને ફરી કર્ણાટકમાં સત્તા મેળવીશું : બસાવરાજ

બેંગલુરુ : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે અને કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. ચૂંટણીના પરીણામો જાહેર થયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરંસ યોજી હતી, જે દરમિયાન તેમણે કહ્યું હતું કે નફરતો કા બાજાર બંધ હુવા ઔર મહોબ્બત કી દૂકાને ખુલી. જ્યારે અન્ય નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.   

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું કર્ણાટકની જનતા, કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ દરેકનો આભાર વ્યક્ત કરૂ છું. હું ખુશ છું, અમે નફરત અને ખરાબ ભાષાનો ઉપયોગ કર્યા વગર કર્ણાટકનીચૂંટણી લડયા હતા. અમે આ ચૂંટણીને પ્રેમથી લડયા હતા. કર્ણાટકમાં નફરતોનુ બજાર બંધ થયું અને પ્રેમની દુકાનો ખુલી ગઇ છે. એક તરફ મુડીવાદીઓની તાકાત હતી બીજી તરફ ગરીબોની શક્તિ હતી, શક્તિએ તાકાતને હરાવી દીધી છે અને આવુ હવે દરેક રાજ્યોમાં થશે. 

બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ કહ્યું હતું કે હું આ હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકાર કરૂ છું. કોંગ્રેસની સંગઠન શક્તિ સાથેની સ્ટ્રેટેજીને કારણે તે ચૂંટણી જીતી શકી. આ હાર માટે અન્ય કોઇ નહીં પણ માત્ર હું જ જવાબદાર છું. અમે આત્મ મંથન કરીશું અને હારના કારણો પર ચર્ચા કરીશું. ભાજપ કર્ણાટકમાં ફરી સત્તા પર આવશે, ભાજપ રાષ્ટ્રીય પક્ષ છે અને આગામી લોકસભાની ચૂંટણી પણ જીતીને દેખાડશે. આ હારના અનેક કારણો હોઇ શકે છે જેના પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. 

કોંગ્રેસના 12 નેતાઓ 50 હજાર કરતાં વધુ  મતે જીત્યા તો ત્રણ નેતા 500થી ઓછા મતે જીત્યાં

બેંગ્લુરુ : કર્ણાટક કોંગ્રેસના ચીફ ડીકે શિવકુમાર સહિત પક્ષના ૧૨ નેતાઓએ તેમના નજીકના હરીફને ૫૦ હજાર કરતાં વધારે મતથી હરાવ્યા હતા. શિવકુમારે ૧,૪૧,૧૧૭ મત મેળવીને ૨૦,૫૧૮ મત મેળવનારા જેડીએસના નાગારાજુને ૧,૨૨,૦૦૦ મતથી હરાવ્યા હતા.  આ ઉપરાંત ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને ૫૦૦થી પણ ઓછા મતથી હરાવ્યા હતા. તેમા પણ ગાંધીનગર ખાતે કોંગ્રેસના ગુંડુરાવ  ભાજપના સપ્તપગિરી ગૌડા સામે ૧૦૫ મતથી જ જીત્યા હતા. શ્રીંગેરીમાં કોંગ્રેસના ઉમેદવાર ટીડી રાજગોડાએ ભાજનપા ઉમેદવાર ડી એન જીવરાજાને ૨૦૧ મતથી હરાવ્યા હતા તો માલુરમાં કે વાય નાન્જે ગૌડાએ ભાજપના કે.એસ. મંજુનાથ ગૌડાને ૨૪૮ મતથી હરાવ્યા હતા.