×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live : મુંબઈનો સ્કોર 18 ઓવરમાં 184/5, સૂર્યાની તોફાની બેટીંગ યથાવત્, કેમરોન ગ્રીન પણ ક્રિઝ પર

તા. 12 મે 2023, શુક્રવાર

IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે થઈ રહ્યો છે. બંને ટીમો હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં છે. બંને આ મેચ જીતીને પ્લેઓફમાં પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરશે. જો કે, ગુજરાત પ્લેઓફમાં રમશે તે લગભગ નિશ્ચિત છે, પરંતુ મુંબઈ માટે જો તે આ મેચ હારી જશે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

MI 15 ઓવરમાં 151/3

MI 10 ઓવરમાં 96/3

MI 5  ઓવરમાં 51/0

IPL-2023 Live Scorecard


સૂર્યકુમાર અને વિષ્ણુ વિનોદ વચ્ચે અડધી સદીની ભાગીદારી

સૂર્યકુમાર યાદવ અને વિષ્ણુ વિનોદ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. બંનેએ 28 બોલમાં 50 રન જોડ્યા હતા. સૂર્યકુમાર તેની અડધી સદીની નજીક પહોંચી રહ્યો છે. આ બંને બેટ્સમેન વચ્ચેની શાનદાર ભાગીદારીના કારણે મુંબઈ ઈન્ડિયન્સે 14 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા છે. હવે મુંબઈ પાસે આસાનીથી 200થી વધુ રન બનાવવાની તક છે.

મુંબઈનો સ્કોર 100 રનને પાર કરી ગયો

મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 100 રનને પાર કરી ગયો છે. સૂર્યકુમાર યાદવ અને વિષ્ણુ વિનોદ ક્રિઝ પર છે. બંને વચ્ચે સારી ભાગીદારી રહી છે. મુંબઈનો સ્કોર 12 ઓવર પછી ત્રણ વિકેટે 116 રન છે.

મુંબઈની ત્રીજી વિકેટ પડી

મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ 88 રનના સ્કોર પર પડી હતી. નેહલ વાઢેરા સાત બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. તે રાશિદ ખાનના હાથે બોલ્ડ થયો હતો. હવે વિષ્ણુ વિનોદ સૂર્યકુમાર યાદવ સાથે ક્રિઝ પર છે. મુંબઈનો સ્કોર 10 ઓવર પછી ત્રણ વિકેટે 96 રન છે.

મુંબઈની બીજી વિકેટ પડી

મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ 66 રનના સ્કોર પર પડી હતી. ઈશાન કિશન 20 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. રાશિદ ખાને તેને વિકેટો સામે ફસાવી દીધો. રાશિદે એક જ ઓવરમાં મુંબઈના બંને ઓપનરને આઉટ કરીને ગુજરાતને મેચમાં વાપસી અપાવી હતી. હવે ક્રિઝમાં બે નવા બેટ્સમેન છે. સૂર્યકુમાર સાથે નેહલ વાઢેરા ક્રિઝ પર છે. આઠ ઓવર પછી મુંબઈનો સ્કોર બે વિકેટે 81 રન છે.

મુંબઈની પહેલી વિકેટ પડી

મુંબઈ ઈન્ડિયન્સની પહેલી વિકેટ 61 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન રોહિત શર્મા 18 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો છે. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. રાશિદ ખાને તેને સ્લિપમાં રાહુલ તેવટિયાના હાથે કેચ કરાવ્યો હતો. હવે સૂર્યકુમાર યાદવ ઈશાન કિશન સાથે ક્રિઝ પર છે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર શરૂઆત

પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા આક્રમક રીતે રમી રહ્યો છે અને ઝડપી સ્કોર કરી રહ્યો છે. ત્રણ ઓવર પછી મુંબઈનો સ્કોર વિના નુકશાન 37 રન છે.

મુંબઈ ઈન્ડિયન્સે બેટિંગ શરૂ કરી

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને ઈશાન કિશનની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. ગુજરાત તરફથી પ્રથમ ઓવર મોહમ્મદ શમીએ કરી હતી. રોહિત અને કિશન બંને ધ્યાનથી રમી રહ્યા છે. પ્રથમ ઓવર પછી મુંબઈનો સ્કોર વિના નુકસાન છ રન છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વાનખેડે મેદાનમાં પીછો કરવો સરળ છે. આ કારણે હાર્દિકે આ નિર્ણય લીધો છે. બંને ટીમોમાં કોઈ ફેરફાર નથી.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન: 

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાધેરા, વિષ્ણુ વિનોદ, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય, જેસન બેહરનડોર્ફ.

ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન: 

રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ.