×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અગ્નિવીરો માટે રેલવેનું જેકપોટ! ભરતીમાં અધધધ.. અનામત અને વયમર્યાદા-શારીરિક કસોટીમાં છૂટ

image : Twitter


રેલવેએ સૈન્યની અગ્નિપથ યોજના હેઠળ સેવાનિવૃત્ત થનારા અગ્નિવીરોને તેના જુદા જુદા વિભાગોમાં આવતી સીધી ભરતીમાં નોન ગેઝેટેડ પોસ્ટ પર 15 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. સાથે જ અગ્નિવીરોને વયમર્યાદા અને શારીરિક કસોટીમાં પણ છૂટ મળશે. સૂત્રોએ જણાવ્યું કે રેલવે સુરક્ષા દળ (RPF)માં પણ અગ્નિવીરો માટે એક અનામત નીતિ હેઠળ વિચારણાં ચાલી રહી છે. 

જુઓ અગ્નિવીરોને કેવી કેવી છૂટ મળશે 

સૂત્રોએ જણાવ્યું કે રેલવે અગ્નિવીરોને લેવલ-1 અને લેવલ-2ના પદો પર ક્રમશઃ 10 ટકા અને 5 ટકા હોરિજોન્ટલ અનામત આપશે. અગ્નિવીરોને શારીરિક કસોટી અને વયમર્યાદામાં પણ છૂટ અપાશે. અગ્નિવીરોની પહેલી બેચને નક્કી વયમર્યાદાથી 5 વર્ષ, જોકે પછીની બેચને 3 વર્ષની છૂટ અપાશે. સૂત્રોએ જણાવ્યું કે રેલવે બોર્ડે તમામ જનરલ મેનેજરને જારી કરેલા પત્રમાં જુદી જુદી રેલવે ભરતી એજન્સીને આ છૂટનો લાભ આપવા કહ્યું છે. 

અગ્નિવીરો માટે નિવૃત્તિ બાદ અનેક રોજગારીના વિકલ્પો 

ઉલ્લેખનીય છે કે અનેક કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને ઉદ્યોગ એકમો સમાન નોકરી અનામત યોજનાઓના માધ્યમથી પૂર્વ અગ્નિવીરોને યોગ્ય કારકિર્દીનો વિકલ્પ આપવા પ્રયાસ કરી રહ્યા છે. જે અગ્નિવીરોએ સફળતાપૂર્વક સવા મુદ્દત પૂર્ણ કરી લીધી હશે તેમને નોન ગેઝેટેડ પે સ્કેલ વિરુદ્ધ ઓપન માર્કેટમાં કર્મચારીઓની ભરતી માટે રેલવે ભરતી એજન્સીઓ દ્વારા જારી સેન્ટ્રલ રોજગાર નોટિફિકેશન વિરુદ્ધ દસ્તાવેજી પુરાવા સાથે અરજી કરી શકશે.