×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટકમાં 5 વાગ્યા સુધીમાં 65.69% મતદાન, પોલિંગ બૂથ પર મહિલાએ આપ્યો બાળકને જન્મ

બેંગલુરુ, તા.10 મે-2023, બુધવાર

કર્ણાટકમાં વિધાનસભાની 224 બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં રેકોર્ડ 65.69 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે થોડી જ વારમાં એક્ઝિટ પોલ શરૂ થઈ જશે. કર્ણાટકમાં સત્તાધારી ભાજપ દર 5 વર્ષે સત્તા બદલવાના 38 વર્ષ જૂના ટ્રેન્ડને તોડવા માંગે છે, જ્યારે કોંગ્રેસ આ વખતે ભાજપને સત્તા પરથી હટાવવાનો દાવો કરી રહી છે. જેડીએસને આશા છે કે 2018ની જેમ ફરી એકવાર પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં ભજવી શકે છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ 13 મેના રોજ આવશે.

કર્ણાટકમાં 2615 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

કર્ણાટકમાં 2615 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 2430 પુરૂષો, 184 મહિલાઓ અને 1 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. રાજ્યમાં 5.3 કરોડથી વધુ મતદારો નોંધાયા છે, જેમાંથી 11.71 લાખ મતદારોએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. રાજ્યમાં 2.66 કરોડ પુરૂષો અને 2.63 કરોડ મહિલાઓ છે. જ્યારે 5.71 લાખથી વધુ વિકલાંગ મતદારો અને 80 વર્ષ અને તેથી વધુ વયના 12.15 લાખ વરિષ્ઠ નાગરિકોએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં 16000થી વધુ મતદારો 100 વર્ષથી વધુ ઉંમરના છે.

કર્ણાટકમાં 65.69% મતદાન, રામનગરમમાં સૌથી વધુ 78.22% મતદાન

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધી 65.69% મતદાન નોંધાયું છે. રાજ્યના રામનગરમ જિલ્લામાં સૌથી વધુ 78.22 ટકા મતદાન નોંધાયું હતું. આ જિલ્લામાં કુલ 4 વિધાનસભા બેઠકો છે.

કુર્લાગીંડી ગામમાં મતદાન કેન્દ્ર પર મહિલાએ બાળકને જન્મ આપ્યો

કર્ણાટકના બલ્લારીમાં કુર્લાગીંડી ગામમાં એક 23 વર્ષની મહિલાએ આજે ​​મતદાન મથક પર બાળકને જન્મ આપ્યો છે. મહિલા અધિકારીઓ અને મહિલા મતદારોએ તેમને તે મહિને મદદ કરી હતી.