×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો પર વોટિંગ શરૂ, PM મોદી-અમિત શાહે કરી ભારે મતદાનની અપીલ

image : Twitter


કર્ણાટકની તમામ 224 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે ચૂંટણી લડનારાઓમાં ઘણા મોટા નેતાઓ છે. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પોતે ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર, જેડીએસ ચીફ એચડી કુમારસ્વામી જેવા ઘણા દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે.

પીએમ મોદીએ અપીલ કરી

પીએમ મોદીએ ટ્વિટ કરીને કર્ણાટકના લોકોને ખાસ કરીને યુવાઓ અને પહેલીવાર મતદાન કરનારા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી.

અભિનેતા પ્રકાશ રાજ મતદાન કરવા પહોંચ્યા હતા.

224 સભ્યોની કર્ણાટક વિધાનસભાની સિંગલ-ફેઝ ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. અભિનેતા પ્રકાશ રાજ બેંગલુરુમાં પોતાનો મત આપવા માટે શાંતિનગરમાં સેન્ટ જોસેફ ઇન્ડિયન સ્કૂલના મતદાન મથકે પહોંચ્યા હતા. 

અમિત શાહે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કર્ણાટકના લોકોને રાજ્યમાં સુશાસન, વિકાસ અને સમૃદ્ધિ માટે મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી. તેમણે ટ્વિટ કર્યું હતું કે તમારો એક વોટ એ લોકો તરફી અને પ્રગતિ તરફી સરકાર સુનિશ્ચિત કરી શકે છે જે રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે.