×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એક ઉત્તરાધિકારી ન આપી શક્યા શરદ પવાર… ‘સામના’માં NCP અધ્યક્ષ પર કટાક્ષ

મુંબઈ, તા.9 મે-2023, મંગળવાર

શિવસેનાએ સાપ્તાહિક મુખપત્ર ‘સામના’માં NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિગ્ગજ નેતા શરદ પવાર અંગે કટાક્ષ કરાયા છે. શિવસેનાએ પવારની ‘વટ વૃક્ષ’ સાથે તુલના કરી છે અને લખ્યું છે કે, શરદ પવાર નિશ્ચિતરૂપે રાષ્ટ્રીય નેતા છે, પરંતુ NCPને આગળ લઈને જાય તેવા ઉત્તરાધિકારી તૈયાર કરવામાં તેઓ અસફળ રહ્યા છે. ભાજપ દ્વારા શરદ પવારના રાજીનામા અંગે કરાયેલી ટિપ્પણીની પણ ‘સામના’માં ટીકા કરાઈ છે. સામનામાં ભાજપને પાર્ટીઓ તોડનારો પણ કહેવામાં આવ્યો છે.

સામનામાં શું લખાયું ?

સામના મુખપત્રમાં શિવસેના (UBT)એ કહ્યું, જ્યારે તેમણે (પવાર) સંન્યાસની જાહેરાત કરી, પાર્ટી જમીનથી હલી ગઈ અને તમામ લોકો વિચારવા લાગ્યા કે, હવે તેમનું શું થશે... ટોચના નેતાઓએ વિરોધ કર્યો અને પવારે જાહેર લાગણીઓનું સન્માન કરતા તેમનું રાજીનામું પરત લેવાની જાહેરાત કરી દીધી... અને તેમણે ત્યારબાદ પોતાનું રાજીનામું પરત પણ લઈ લીધું... આગળ તેઓ NCPને લીડ કરતા રહેશે... 4-5 દિવસથી ચાલી રહેલા ડ્રામા પરથી પરદો ઉઠી ગયો... શરદ પવારને તેમના ચાહકો સાહેબ કહે છે...

‘સામના’માં ભાજપ પર આકરા પ્રહાર

સોમવારે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં શરદ પવારનું રાજીનામું અને યૂટર્ન પર ભાજપના નિવેદનની ટીકા કરવામાં આવી છે. ભાજપે શરદ પવારના રાજીનામાને ‘ચાલાકી’ કહી હતી, જે અંગે સામનામાં લખવામાં આવ્યું છે કે, ભાજપ હંમેશા અન્ય પક્ષો અને ઘરોને તોડવાની ફિરાકમાં રહે છે, તેઓ કોઈપણ પક્ષની ભલાઈ કે કલ્યાણ વિશે વિચારી શકતા નથી... તેમનો પ્લાન ‘શિવસેના’ની જેમ NCPને પણ તોડવાનો હતો, જોકે તેમના યોજના પર શરદ પવારની ચતુરાઈએ પાણી ફેરવી દીધું... પેપરમાં કહેવામાં આવ્યું છે કે, બીજાને નૌટંકી કહેતા પહેલા તેમણે તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા જોઈએ...

‘...પવારે તેવું કરવાનો ઈનકાર કરી દીધો’

સામનામાં એવો પણ આરોપ લગાવાયો કે, એક સમુહે ભારપૂર્વક કહ્યું હતું કે, શરદ પવારે એનસીપીને ભાજપની ટીમમાં સામેલ કરી દેવી જોઈએ અને પોતાના સહયોગીઓને ઈડી, સીબીઆઈ અને આવકવેરા વિભાગની હેરાનગતીથી મુક્ત કરવા જોઈએ... પરંતુ પવારે તેવું કરવાનો ઈનકાર કરી દીધો...