×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live : બેંગ્લોરની પ્રથમ વિકેટ પડી, વિરાટ કોહલી 1 રને આઉટ

મુંબઈ, તા.9 મે-2023, મંગળવાર

IPL-2023માં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો વચ્ચે આ 34મી મેચ છે. અત્યાર સુધી આ ટીમો વચ્ચે રમાયેલી મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સે 19 મેચ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 મેચ જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો રહ્યો છે. જો કે તેમની વચ્ચે રમાયેલી છેલ્લી 4 મેચોમાં બેંગ્લોરે તમામ મેચ જીતી છે.

IPL-2023 Live Scorecard

બંને ટીમોની પ્લેઈંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમની પ્લેઈંગ-11

મુંબઈએ જીત્યો ટોસ

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો છે.

છેલ્લી મેચમાં બેંગ્લોરનો વિજય થયો હતો

આ સીઝનમાં બંને ટીમો અત્યાર સુધી 10-10 મેચ રમી છે અને બંને ટીમોએ 5-5 મેચો જીતી છે. આ સીઝનમાં પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ આઠમા સ્થાને જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છઠ્ઠા સ્થાને છે. મુંબઈની ટીમને મેચ પહેલા જ ઝટકો લાગ્યો છે. ઈજાગ્રસ્ત જોફ્રા આર્ચર ટુર્નામેન્ટની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત જોફ્રા આર્ચરની જગ્યાએ ઝડપી બોલર ક્રિસ જોર્ડનને સામેલ કરવામાં આવ્યો છે. આ સીઝનમાં બંને વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં બેંગ્લોરનો વિજય થયો હતો. આ હારનો બદલો આજે મુંબઈ લેવા માટે પ્રયાસ કરશે. બંને ટીમો હાલ સમાન સ્થિતિમાં છે અને જે ટીમ આ મેચ જીતશે તે ટીમ પોઈન્ટ ટેબલમાં 3 નંબર પર પહોંચી જશે. 

વાનખેડેની પીચ બોલરોને કરાવશે મોજ

વાનખેડે સ્ટેડિયમની પીચ લાલ માટીની બનેલી છે જેના કારણે અહીં બોલરને સારો બાઉન્સ મળે છે. અહીં T-20માં પિચનો મિજાજ અલગ જ જોવા મળે છે. વાનખેડે સ્ટેડિયમની પીચ પર મોટા સ્કોરિંગની મેચ જોવા મળે છે. 

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ અને અરશદ ખાન.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), કેદાર જાધવ, વનિન્દુ હસરંગા, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ અને જોશ હેઝલવુડ.