×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

"તમારો સંકલ્પ એ મારો સંકલ્પ", ચૂંટણી પહેલા કર્ણાટકના લોકોને પીએમ મોદીનો સંદેશ


ગઈકાલથી કર્ણાટકનો ચૂંટણી પડઘમ શાંત ગયો છે. તમામ વિધાનસભા બેઠકો પર 10 મેના રોજ મતદાન થશે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તમામ પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પણ સંદેશ રજૂ કરીને રાજ્યના લોકોને ભાજપને વોટ કરવાની અપીલ કરી હતી.

'તમારો સંકલ્પ એ જ મારો સંકલ્પ': PM મોદી 

મોદીએ કહ્યું, 'મારું સ્વપ્નએ રાજ્યના દરેક માનવીનું સ્વપ્ન છે. તમારો સંકલ્પએ જ મારો સંકલ્પ છે. જ્યારે આપણે સાથે મળીને કોઈ ધ્યેય નક્કી કરીએ છીએ, ત્યારે વિશ્વની કોઈ શક્તિ આપણને તે લક્ષ્ય પ્રાપ્ત કરતા રોકી શકશે નહીં. એટલા માટે હું કર્ણાટકને દેશનું નંબર 1 રાજ્ય બનાવવા માટે તમારો સહકાર અને આશીર્વાદ ઈચ્છું છું. હું તમને કર્ણાટકને નંબર 1 બનાવવા માટે 10મી મેના રોજ મતદાન કરવા વિનંતી કરું છું. મારી વિનંતી કર્ણાટકના ઉજ્જવળ ભવિષ્ય માટે છે.

ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં ભારતનો સમાવેશ થવો જોઈએઃ પીએમ મોદી

પીએમ મોદીએ કર્ણાટકના લોકોને પોતાના સંદેશમાં કહ્યું, 'તમે હંમેશા મને જે સ્નેહ અને પ્રેમ આપ્યો છે તે મારા માટે ભગવાનના આશીર્વાદ સમાન છે. આઝાદીના સુવર્ણ યુગમાં આપણે ભારતીયોએ આપણા પ્રિય દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે. કર્ણાટક વિકસિત ભારતના આ સંકલ્પનું નેતૃત્વ કરવા માટે ઉર્જાથી ભરેલું છે. મોદીએ વધુમાં કહ્યું કે, ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપણે ભારતને વહેલી તકે ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરવું પડશે. આ ત્યારે જ શક્ય છે જ્યારે કર્ણાટકની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધે અને એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય હાંસલ કરે.