×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈડીની નોટિસથી તો લોકોનું પેન્ટ ભીનું થઈ જાય છે…કેજરીવાલ લીકર કૌભાંડ કેસ અંગે કેમ આવું બોલ્યા!

image : Facebook


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર દાવો કર્યો હતો કે લીકર પોલિસી કૌભાંડનો કેસ સંપૂર્ણપણે ફેક છે. તેમણે એક આરોપી રાજેશ જોશીને મળેલા જામીનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોર્ટે જે વાત તેને જામીન આપતા કહી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ન તો કોઈ લાંચ આપવામાં આવી છે કે ન તો કોઈ લાંચ લેવાઇ છે. 

વડાપ્રધાન કાર્યાલય તરફથી કૌભાંડની કહાણી રચાય છે 

કેજરીવાલે આરોપ મૂક્યો કે વડાપ્રધાન કાર્યાલય તરફથી કૌભાંડની કહાણી રચવામાં આવે છે અને પછી તેને લગતા ફેક પુરાવાઓ શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે. દિલ્હીના સીએમએ એમ પણ કહ્યું કે ઈડીની નોટિસ મળતાં લોકોનું પેન્ટ ભીનું થઈ જાય છે પણ સંજય સિંહે તેનાથી વિપરિત તપાસ એજન્સી સાથે આવું કરી નાખ્યું.

સીબીઆઈ-ઈડીએ જ સ્વીકાર્યું હતું કે તેમની પાસે પુરાવા નથી 

કેજરીવાલે સોમવારે પત્રકાર પરિષદને સંબોધતા એક સવાલના જવાબમાં કહ્યું કે ભાજપે આરોપ મૂક્યો કે આપ નેતાઓએ 100 કરોડની લાંચ લીધી. સીબીઆઈ-ઈડીએ કોર્ટમાં ખુદ કહ્યું કે તેમની પાસે 70 કરોડ રૂ.ના કોઈ પુરાવા નથી. તેમણે કહ્યું કે બાકી 30 કરોડ રાજેશ જોશી નામની વ્યક્તિ સાઉથથી લઈને આવ્યો હતો અને દિલ્હીમાં આપ નેતાઓને આપ્યા હતા. 6 મેના રોજ કોર્ટે કહ્યું કે એ વાતના પુરાવા નથી ક રાજેશ જોશી કોઇ પૈસા લાવ્યો હતો. કોર્ટે કહ્યું કે ન તો કોઈ લાંચ અપાઇ છે અને ન તો લેવાઇ છે. 

કેજરીવાલે શું કહ્યું... 

કેજરીવાલે કહ્યું કે એક કહાણી ઘડવામાં આવી. વડાપ્રધાને આ કહાણી ઈડી-સીબીઆઈને સોંપી અને પુરાવા એકઠા કરવા કહ્યું. ઈડીએ કોર્ટમાં કહ્યું કે સિસોદિયાએ 14 ફોન તોડી નાખ્યા અને પછી ખબર પડી કે 14 ફોનમાંથી 5 તો તેમની પાસે જ છે. એટલે કે ઈડી જુઠ બોલી. ઈડીએ જુઠના સહારે મનીષ સિસોદિયાના જામીન ન થવા દીધા. ઈડીએ ચાર્જશીટમાં સંજય સિંહનું નામ પણ નાખી દીધું. પછી કહ્યું કે આ ભૂલથી થઈ ગયું. ભૂલ નહીં ભાઈ આ તો પીએમઓના ઈશારે થયું છે. તેમને વિશ્વાસ નહોતો કે સંજય સિંહ ઈડીને ધમકાવશે. ઈડી આખા દેશમાં નોટિસો જારી કરે છે. જેને નોટિસ મળે તેનું પેન્ટ ભીનું થઈ જાય છે. સંજય સિંહ ઈડીને નોટિસ જારી કરે તો તેનું પેન્ટ ભીનું થઈ જાય.