×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જંતર-મંતર પર કુસ્તીબાજોના પ્રદર્શનમાં હંગામો, ખેડૂતોએ પોલીસ બેરિકેડિંગ તોડ્યા

Source: Twitter (screen grab)



બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવા સ્ટાર કુસ્તીબાજોની આગેવાનીમાં કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. હવે ધીરે-ધીરે આ અંદોલનમાં ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે. હરિયાણા અને પંજાબના હજારો ખેડૂતો જંતર-મંતર પહોંચ્યા છે.

જંતર-મંતર પાસે ખેડૂતોએ પોલીસ બેરિકેડ તોડ્યા  

દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના પ્રદર્શનમાં સામેલ થતાં જ ખેડૂતોએ પોલીસ બેરિકેડ તોડી હજરો ખેડૂતો આ ધરણામાં જોડાયા હતા. કુસ્તીબાજો અને ખેડૂતો જાતીય સતામણીના આરોપોને લઈને WFI પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

POCSO એક્ટ હેઠળ એક સહિત બે FIR નોંધવામાં આવી

કુસ્તીબાજોએ ફેડરેશનના વડાની ધરપકડ કરવાની માંગ કરી છે, જેમના પર POCSO એક્ટ હેઠળ એક સહિત બે FIR નોંધવામાં આવી છે. ટોચના કુસ્તીબાજોએ પહેલી વાર જાન્યુઆરીમાં WFI ચીફ સામે જાતીય સતામણીનો આરોપ લગાવીને વિરોધ કર્યો હતો. આ માટે તેણે તમામ લોકો પાસેથી સમર્થન માંગ્યું છે.