×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી દ્વારા ચૂંટણી પ્રચારમાં 'ધાર્મિક' નારેબાજી કરવી ખરેખર અચરજ પમાડે છે, શરદ પવારના પ્રહાર


કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં જ્યાં 10 મેના રોજ મતદાન થવાનું છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન 'ધાર્મિક' નારા લગાવ્યા તે જોઈ મને ખરેખર આશ્ચર્ય થાય છે.

બિનસાંપ્રદાયિક દેશમાં ધાર્મિકનારા લગાવવા સારી વાત નથી: પવાર

એક વાતચીતમાં પવારે કહ્યું કર, 'મને આશ્ચર્ય થાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા હતા. આપણે બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ સ્વીકાર્યો છે. જ્યારે તમે ચૂંટણીમાં કોઈપણ ધર્મ કે ધાર્મિક મુદ્દાને ઉઠાવો છો, ત્યારે તેનાથી અલગ પ્રકારનું વાતાવરણ સર્જાય છે અને તે સારી વાત નથી.

કર્ણાટકમાં ફરી કોંગ્રેસ જ સતા પર આવશે : શરદ પવાર 

તેમણે કહ્યું કે, 'ચૂંટણી લડતી વખતે અમે લોકતાંત્રિક મૂલ્યો અને ધર્મનિરપેક્ષતાના શપથ લઈએ છીએ.' કર્ણાટક ચૂંટણી પર મોટી ભવિષ્યવાણી કરતા પવારે કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસ જ સત્તામાં પર આવશે. તેમણે કહ્યું કે, ભાજપ 5-6 રાજ્યોમાં સત્તામાં છે, જ્યારે બાકીના રાજ્યોમાં બિન-ભાજપ સરકારો છે. મને મળતી માહિતી અનુસાર કોંગ્રેસ કર્ણાટકમાં સત્તા જાળવી રાખશે. આખા દેશની વાત કરીએ તો ભાજપ ક્યાં છે? કેરળમાં ભાજપ છે? શું તે તમિલનાડુમાં છે? મેં તમને કર્ણાટક વિશે કહ્યું છે. શું તેલંગાણામાં ભાજપ છે? શું તે આંધ્રમાં છે? મહારાષ્ટ્રમાં, તેઓ એકનાથ શિંદેના પક્ષપલટાને કારણે જ સત્તા મેળવી શક્યા છે.