×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live : રાજસ્થાન-હૈદરાબાદ વચ્ચે મેચમાં થોડીવારમાં ઉછળશે ટોસ, સ્પિનરોને મોજ કરાવશે પિચ

જયપુર, તા.7 મે-2023,  રવિવાર

IPL-2023માં આજે જયપુરનાં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. હૈદરાબાદની ટીમ આ મેચમાં જીત સાથે પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખવા માંગશે. જ્યારે રાજસ્થાન પણ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચવા માટે મેદાનમાં ઉતરશે.

IPL-2023 Live Scorecard

પિચ સ્પિનરોને કરાવશે મોજ

રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં તમામની નજર પિચ પર ટકેલી રહેશે. કાળઝાળ ગરમીના કારણે પિચ સૂકી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં તે સ્પિનરો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. આ મેચ લો સ્કોરિંગ હોઈ શકે છે. અગાઉની મેચમાં અહીં ગુજરાતના બેટ્સમેનો છવાયા હતા અને ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. જે ટીમ પહેલા ટોસ જીતશે તે બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.

પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદ છેલ્લા સ્થાને

હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આ ટીમ 9માંથી માત્ર 3 મેચ જીતી શકી છે. હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થવાની અણી પર છે. જો કે આ મેચ જીતીને આ ટીમ પ્લેઓફની રેસમાં જઈ શકે છે. હૈદરાબાદને તેની પ્રથમ 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યારબાદ આ ટીમે સતત 2 મેચ જીતી હતી. જોકે આ ટીમ છેલ્લી 5માંથી 4 મેચ હારી છે.

રાજસ્થાન ટીમે પાંચ મેચ જીતી

રાજસ્થાનની ટીમે આ સિઝનમાં 10માંથી 5 મેચ જીતી છે, જ્યારે 5માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. રાજસ્થાને તેની પ્રથમ 5 મેચમાંથી 4માં જીત મેળવી હતી, પરંતુ આ ટીમ છેલ્લી પાંચમાંથી 4 મેચ હારી છે. હવે રાજસ્થાનની ટીમ 2 હાર બાદ જીતના પાટા પર પરત ફરવા માંગશે અને પ્લેઓફ માટે પોતાનો દાવો મજબૂત કરવા મેદાનમાં ઉતરશે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

રાજસ્થાન રોયલ્સની ટીમ

જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટ કીપર), ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, એમ અશ્વિન, કેએમ આસિફ, કેસી કરિઅપ્પા ડોનોવન ફરેરા, દેવદત્ત પડિકલ, ઓબેદ મેકકોય, જો રૂટ, કુલદીપ સેન, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ, એડમ ઝમ્પા, અબ્દુલ બાસિથ.

સનરાઇઝ હૈદરાબાદની ટીમ

એડન માર્કરામ (કેપ્ટન), અબ્દુલ સમદ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો જોન્સન, ફઝલહક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, ઉમરાન મલિક, હેરી બ્રુક, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, આદિલ રશીદ, મયંક માર્કંડે, વિવ્રાંત શર્મા, સમર્થ વ્યાસ, સનવીર સિંહ, ઉપેન્દ્ર યાદવ, મયંક ડાગર, નીતિશ કુમાર રેડ્ડી, અકીલ હુસેન અને અનમોલપ્રીત સિંહ.