×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાંથી 5 વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓ થઈ ગુમ, NCRBના રિપોર્ટમાં થયો ખુલાસો

Image Envato

તા. 7 એપ્રિલ 2023, રવિવાર 

ગુજરાતનો એક ચોકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અધિકૃત આંકડા પ્રમાણે ગુજરાતમાંથી પાંચ વર્ષ દરમ્યાન  40 હજારથી વધારે મહિલાઓ ગુમ થઈ ગઈ છે. નેશનલ ક્રાઈમ રિકોર્ડ બ્યુરોનાં આંકડા પ્રમાણે વર્ષ 2016માં 7105 મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે 2017 માં 7712, વર્ષ 2018માં 9246, વર્ષ 2019માં 9268 મહિલાઓ ગુમ થઈ હતી. વર્ષ 2020 માં 8290 મહિલાઓ લાપતા થયા હોવાના સમાચાર છે. જ્યારે પાંચ વર્ષમાં તેની કુલ સંખ્યાનો આંકડો  41621 સુધી પહોચી  ગયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના હોવાથી આ વાત ખૂબ જ ગંભીર
ગુજરાતની ભાજપા સરકાર દ્વારા વર્ષ 2021માં ગુજરાત વિધાનસભામાં આપેલા એક બયાન પ્રમાણે અમદાવાદ અને વડોદરામાં માત્ર એક વર્ષ 2019-20માં 4722 મહિલાઓ ગુમ થયાની વાત કરી હતી. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના હોવાથી આ વાત ખૂબ જ ગંભીર માનવામાં આવી રહી છે. કેમકે છેલ્લા 25 વર્ષથી અહી ભાજપાની સરકારનું શાસન છે.

પાંચ વર્ષમાં તેની કુલ સંખ્યાનો આંકડો  41621 સુધી પહોચી  ગયો હતો.
તેમણે કહ્યુ કે પોલીસ સિસ્ટમની સમસ્યા એ છે કે તે ખોવાયેલ વ્યક્તિઓના મામલે ગંભીરતા નથી લઈ રહી. આવી બાબતો હત્યા કરતા પણ વધારે ગંભીર હોય છે. આવુ એટલા માટે જ્યારે કોઈ બાળક ખોવાઈ જાય છે ત્યારે મા-બાપ પોતાના બાળકોની વર્ષો સુધી રાહ જોવે છે. અને ગુમસુદાના મામલે વધુ તપાસ કોઈની હત્યાનો કેસ હોય તે રીતે તેનો ઉકેલ લાવવો જોઈએ.