×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબમાં ભયંકર અકસ્માત : ટ્રકે બસને મારી ટક્કર, 2 પોલીસ કર્મીના મોત, સેનાના 4 જવાનો ઈજાગ્રસ્ત

અમૃતસર, તા.03 મે-2023, બુધવાર

પંજાબના ફતેહગઢ સાહિબમાં નેશનલ હાઈવે પર આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ટ્રકે બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે પોલીસ કર્મચારીના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે બસમાં સવાર સેનાના 4 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. તેમની ઓળખ ASI નજર સિંહ અને હેડ કોન્સ્ટેબલ કુલદીપ સિંહ તરીકે થઈ છે. તેઓ ફતેહગઢ સાહિબના રહેવાસી અને નબીપુર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હતા.

બસે સેનાના કાફલાને ટક્કર મારી

DSP ગુરબંસ સિંહ બૈંસે જણાવ્યું કે, આ ઘટના નેશનલ હાઈવે પર નબીપુર ગામમાં સ્થિત કોન્ટિનેંટલ કોલેજ પાસે સર્જાઈ હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર PRTC બસે સેનાના કાફલાને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો અને પાછળથી આવતી એક ઝડપી ટ્રકે પીઆરટીસી બસને પાછળથી ટક્કર મારી હતી.

અકસ્માતમાં સેનાના 4 જવાન ઈજાગ્રસ્ત

બસ પોલીસ કર્મચારીઓ પર ચડી જતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ટ્રક રાજપુરા બાજુથી આવી રહી હતી. આ અકસ્માતમાં સેનાના 4 જવાન ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોના નામ ચૌહાણ પ્રસાદ, વિજય કુમાર, સુધાંશુ અને શિખંદા રામ સામે આવ્યા છે. આ અકસ્માતમાં બસ ડ્રાઈવરને પણ ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને ફતેહગઢ સાહિબની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

DSPએ જણાવ્યું કે, ટ્રક ડ્રાઈવરની ઓળખ સાજિદ તરીકે થઈ છે અને તે બુલંદશહર (ઉત્તર પ્રદેશ)નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

બસમાં 28 મુસાફરો સવાર હતા

ફતેહગઢ સાહિબ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બસ ડ્રાઈવર રણજીત સિંહે જણાવ્યું કે, તેઓ મંગળવારે રાત્રે 10 વાગ્યે દિલ્હીથી બસ લઈને જાલંધર જવા નીકળ્યા હતા. બસમાં 28 જેટલા મુસાફરો સવાર હતા. જેવી તેમની બસ નબીપુર ગામ પાસે પહોંચી કે તરત જ સેનાનો કાફલો રસ્તાના કિનારે ઉભો હતો. જેને પીઆરટીસી બસ અથડાઈ ગઈ અને બાદમાં ટ્રકે બસને ટક્કર મારી...