×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : ગૃહમંત્રી અમિત શાહનો બેંગલુરુમાં વિશાળ રોડ શો, જય શ્રી રામના નારા ગુંજ્યા

બેંગલુરુ, તા.02 મે-2023, મંગળવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કર્ણાટકમાં ભાજપની સરકાર પૂર્ણ બહુમત સાથે જીત મેળવશે. અમિત શાહે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા જણાવ્યું કે, દેશની સૌથી જૂનો પક્ષ 80ના દાયકાથી જ આવું કરી રહી છે, તેમણે પહેલા ભગવાન રામને તાળામાં રાખ્યા અને હવે તેઓ બજરંગ દળનું નામ લેવાથી પણ દૂર ભાગી રહ્યા છે.

શાહનો 2 કિલોમીટર લાંબો રોડ શો

કેન્દ્રીય મંત્રી અમિત શાહનો 2 કિલોમીટર લાંબો રોડ શોનો બેંગલુરુના અદુગોડી જંકશનથી પ્રારંભ થયો હતો અને ટોટલ મોલ સુધી પુરો થશે. આ આખો વિસ્તાર BTM લેઆઉટ વિધાનસભા હેઠળ આવે છે, જ્યાં શ્રીધર રેડ્ડી ભાજપના ઉમેદવાર છે. રોડ શો દરમિયાન અમિત શાહ ભાજપના અન્ય નેતાઓ સાથે ખાસ ડિઝાઈન ધરાવતા વાહનમાં ઉભા હતા. રોડ શો દરમિયાન રોડની બંને બાજુ અને નજીકની ઈમારતો પર હાજર લોકોએ શાહનું અભિવાદન કર્યું હતું.

લોકોએ શાહ પર ફૂલો વરસાવ્યા

અમિત શાહના વાહન સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પક્ષનો ઝંડો લઈને આવ્યા હતા અને ભાજપ અને PM નરેન્દ્ર મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ જય શ્રી રામ, બજરંગબલી અને ભારત માતા કી જયના ​​નારા પણ લગાવ્યા હતા. લોકોએ શાહ પર ફૂલો વરસાવ્યા હતા અને ગૃહમંત્રીએ હાથ ઊંચો કરીને સૌનું અભિવાદન કર્યું હતું.

ભાજપના ઉમેદવારને મત આપવા અપીલ

કેન્દ્રીયમંત્રી અમિત શાહે બેંગલુરુ ઉપરાંત તુમકુર જિલ્લાના ગુબ્બી અને તિપ્તુર, હાવેરી જિલ્લાના રાનેબેન્નૂર અને શિમોગામાં પણ રોડ શો કર્યા હતા. બેંગલુરુમાં તેમની સાથે પક્ષના સાંસદ તેજસ્વી સૂર્યા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે શિમોગામાં અમિત શાહ સાથે ભાજપના વરિષ્ઠ નેતા કે.એસ.ઈશ્વરપ્પા અને પક્ષના સાંસદ બી.વાય.રાઘવેન્દ્ર ઉપસ્થિત રહ્યા હતા. તમામ પાંચ પ્રદેશોમાં રોડ-શોના સમાપન પર ગૃહમંત્રીએ લોકોને ભાજપના ઉમેદવારને મત આપવા અને મોદીના નેતૃત્વ હેઠળ ‘ડબલ એન્જિન સરકાર’ રાજ્યમાં સત્તા પર આવે તેની ખાતરી કરવા અપીલ કરી હતી.