×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપઃ શરદ પવારની NCPનું અધ્યક્ષ પદ છોડવાની સત્તાવાર જાહેરાત


મહારાષ્ટ્રની રાજનીતિમાં માહોલ ગરમાયો છે.  શરદ પવારે આજે જાહેરાત કરી કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યા છે અને કહ્યું, “મેં NCPના અધ્યક્ષ તરીકે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. હું હવેથી રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં કામ કરવાનું ચાલુ રાખીશ. હું હવેથી રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં કામ કરવાનું ચાલુ રાખીશ. શરદ પવારે નિવૃત્તિની જાહેરાત કરતાં NCPના કાર્યકરોએ લગાવ્યા નારા, કહ્યું નિર્ણય પાછો ખેંચો નહીંતર અમે સભાગૃહ છોડીશું નહીં.

અધ્યક્ષ પદ છોડવા પહેલા જ આપ્યા હતા સંકેત 

4 દિવસ પહેલા જ પવારે મુંબઈમાં આયોજિત યુવા મંથન કાર્યક્રમમાં રોટલી ફેરવવાની વાત કરી હતી. પવારે કહ્યું, 'મને કોઈએ કહ્યું કે રોટલી યોગ્ય સમયે ફેરવવી પડે છે અને જો તેને યોગ્ય સમયે ન ફેરવવામાં આવે તો તે કડવી બની જાય છે. હવે રોટલી ફેરવવાનો યોગ્ય સમય આવી ગયો છે, તેમાં કોઈ વિલંબ ન કરવો જોઈએ. આ સંબંધમાં હું પાર્ટીના વરિષ્ઠ નેતાઓને તેના પર કામ કરવા વિનંતી કરીશ.