×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અબજોપતિઓની યાદીમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું, દેશના આ શહેરમાં સૌથી વધુ અમીરો


વિશ્વમાં અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં ભારત ત્રીજા ક્રમે છે. વિશ્વના આંકડા અનુસાર, દેશમાં 169 અબજોપતિ છે, જ્યારે અમેરિકા 735 અબજપતિઓ સાથે ટોચ પર છે. ડેટા અનુસાર, બીજા સ્થાને ચીનનો કબજો છે, જ્યાં 495 અબજોપતિ છે. ભારતમાં અબજોપતિઓની સંખ્યા જર્મની, ઈટાલી, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ અને જાપાન જેવા વિકસિત દેશો કરતાં પણ વધુ છે.

વિશ્વભરમાં 100 થી વધુ અબજોપતિઓ ધરાવતા દેશોની યાદીમાં ભારતનો સમાવેશ 

સૌથી વધુ અબજોપતિઓ ધરાવતા 15 દેશોની યાદીમાં જાપાન સૌથી છેલ્લા સ્થાને છે. માત્ર 40 અબજોપતિ છે. વિશ્વભરમાં 100 થી વધુ અબજોપતિઓ ધરાવતા દેશોની યાદીમાં અમેરિકા, ચીન, ભારત, જર્મની અને રશિયાનું નામ છે.

દેશના આ શહેરમાં સૌથી વધુ અબજોપતિની સંખ્યા 

ફોર્બ્સની યાદી અનુસાર, ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સૌથી વધુ 66 અબજોપતિ છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં 39 અબજોપતિ છે. ઉપરાંત 21 અબજોપતિ બેંગલુરુના છે.

કયા દેશમાં કેટલા અબજોપતિ છે

દેશ
અબજોપતિ
અમેરિકા
 735
ચીન
495
ભારત
169
જર્મની
126
રશિયા
105
હોંગકોંગ
66
ઇટાલી
64
કેનેડા
 63
તાઇવાન
52
યુકે
 52
બ્રાઝિલ 
51
ઓસ્ટ્રેલિયા
47
ફ્રાન્સ
43
સ્વિટ્ઝર્લેન્ડ
41
જાપાન
40 

ભારતના સૌથી ધનિક લોકોની અબજો ડોલરની સંપત્તિ

ધનિક 
સંપત્તિ
મુકેશ અંબાણી
87
ગૌતમ અદાણી
48.3
શિવ નાદર
 24.5
સાયરસ પૂનાવાલા
22.8
સાવિત્રી જિંદાલ
17.9
લક્ષ્મી મિત્તલ 
16.9
દિલીપ સંઘવી
16.2
રાધાકિશન દામાણી
15.8
કુમાર બિરલા
14.9
ઉદય કોટક
14.5
કુશલપાલ સિંહ
 9.9
રવિ જયપુરિયા
 9.9