×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈન્ડોનેશિયામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ, સુનાવણીની ચેતવણી જાહેર કરાઈ

image : Envato 


ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના ઈસ્ટર્ન ભાગમાં મંગળવારે (25 એપ્રિલ)ના રોજ 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી ઇન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સી (BMKG)એ પણ સુનામીની ચેતવણી જાહેર કરી છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ અગાઉ ભૂકંપની તીવ્રતા 6.9 હોવાનો અંદાજ લગાવ્યો હતો.

હવામાન વિભાગે શું કહ્યું? 

ઈન્ડોનેશિયાના હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 84 કિલોમીટર માપવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ કહ્યું કે આના કારણે સુનામીની સંભાવના છે. ભૂકંપ પછી એજન્સીએ સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારની નજીક રહેતા લોકોને તાત્કાલિક દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની સૂચના આપવા જણાવ્યું છે.

સુમાત્રાની રાજધાની પડાંગમાં ભૂકંપના આંચકા

ઈન્ડોનેશિયાના હવામાન વિભાગના પ્રવક્તા અબ્દુલ મુહરીએ દેશની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીને ટાંકીને કહ્યું કે અમે સુમાત્રાના પશ્ચિમ કિનારે નજીકના ટાપુ પરથી ડેટા એકત્ર કરી રહ્યા છીએ. અબ્દુલ મુહરીએ કહ્યું કે પશ્ચિમ સુમાત્રાની રાજધાની પડાંગમાં જોરદાર આંચકા અનુભવાયા હતા અને કેટલાક લોકો દરિયાકિનારાથી દૂર સુરક્ષિત સ્થળોએ ખસી ગયા હતા. ભૂકંપ બાદ સ્થાનિક લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા છે. બધા જ ડરી રહ્યા હતા. જો કે, વહીવટીતંત્ર પરિસ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.