મધ્યપ્રદેશ : રીવામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર PM મોદીનું સંબોધન, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારરીવા, તા.24 એપ્રિલ-2023, સોમવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના રિવામાં રાષ્ટ્રી પંચાયતી રાજ પર આયોજીત પંચાયતી રાજ સંમેલન કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેણમે કોંગ્રેસ જોરદાર પ્રહારો કર્યા હતા. રીવાના એમએએફ ગ્રાઉન્ડ પર આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ 17 હજાર કરોડની ખર્ચના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ઉદઘાટન કર્યું.
PM મોદીએ મધ્યપ્રદેશને વિવિધ વિકારકાર્યોની આપી ભેટ
મધ્યપ્રદેશના રીવામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં સામેલ થયેલા વડાપ્રધાન મોદીએ આવાસ યોજના હેઠળ 4 લાખ 11 હજાર લોકોને વર્ચ્યુઅલ ગૃહ પ્રવેશ કરાવ્યો... 17 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી, જેમાં જળ જીવન મિશનના 7853 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 5 પાણી પુરવઠા સંબંધિત યોજનાઓનો શિલાન્યાસ અને 2300 કરોડથી વધુની રેલ્વે યોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસનો સમાવેશ થાય છે.
‘અગાઉની સરકારોએ ગામમાં નાણાં ખર્ચવાથી બચતી હતી’
ભારતના વિકાસ માટે દેશની તમામ પંચાયત, સંસ્થાઓ, પ્રતિનિધિઓ, નાગરિકોએ જોડાવું પડશે. આ ત્યારે જ સંભવ છે, જ્યારે મૂળ સુવિધા લાભાર્થીઓ સુધી 100 ટકા ઝડથી પહોંચે, ભેદભાવ વગર પહોંચે... અગાઉની સરકારોએ ગામમાં નાણાં ખર્ચ કરવાથી બચતી હતી, કારણ કે ગામમાં પોતાની કોઈ વોટ બેંક તો હતી જ નહીં, તેથી ગામડાઓની અવગણવામાં આવતી હતી. રાજકીય દળો ગામના લોકો વચ્ચે ભાગલા પાડી પોતાની દુકાન ચલાવી રહ્યા હતા. ગામડાઓ સાથે થઈ થયેલા આ અન્યાયને ભાજપે સમાપ્ત કરી દીધો છે. અમારી સરકારે ગામોના વિકાસ માટે તિજોરી ખોલી દીધી છે.
ગામડાઓને બેંકોની તાકાત મળી : PM મોદી
દેશના ગામડાઓને બેંકોની તાકાત મળ્યા બાદ ખેતી-ખેડૂતોથી લઈને વેપાર-કારોબાર સુધી, તમામ ગામડાઓને લોકોને મદદ મળી રહી છે. અમે જનધન યોજના ચલાવી ગામના 40 કરોડથી વધુ લોકોના બેંક ખાતા ખોલાવ્યા... અમે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ગામડાઓ સુધી બેંકોની પહોંચ વધારી. આઝાદી બાદ જે પક્ષે સૌથી વધુ સમય સરકાર ચલાવી તેણે આપણા ગામડાઓનો વિશ્વાસ તોડ્યો. ગામડાઓમાં રહેતા લોકો, ગામડાઓમાં શાળાઓ, ગામડાઓમાં રસ્તાઓ, ગામડાઓમાં વીજળી, ગામડાઓમાં સંગ્રહ, ગામડાઓની અર્થવ્યવસ્થા... આ બધું કોંગ્રેસની સરકાર દરમિયાન સરકારની પ્રાથમિકતાઓમાં નીચે રાખવામાં આવ્યું. આપણા ગામોમાં મકાનોના પ્રોપર્ટીના કાગળો અંગે ઘણી મુઝવણો રહી છે. આ કારણે વિવિધ વિવાદો ઉભા થાય છે, ગેરકાયદેસર કબજો થવાની સંભાવનાઓ રહેલી હોય છે. હવે આ બધી સ્થિતિઓ PM સ્વામિત્વ યોજનાથી બદલાઈ રહી છે.
‘હવે પંચાયતોને પણ સ્માર્ટ બનાવાઈ રહી છે’
ડિજિટલ ક્રાંતિના આ યુગમાં હવે પંચાયતોને પણ સ્માર્ટ બનાવાઈ રહી છે. આજે ઈ-ગ્રામ સ્વરાજ-GeM ઈન્ટીગ્રેટેડ પોર્ટલ લોન્ચ કરાયું છે. આનાથી પંચાયતો દ્વારા કરાતી ખરીદીની પ્રક્રિયા સરળ અને પારદર્શક બનશે. 2014 બાદ દેશે તેની પંચાયતોના સશક્તિકરણ માટેની કામગીરી હાથ ધરી છે અને તેના પરિણામો આજે જોવા મળી રહ્યા છે. આજે ભારતની પંચાયતો ગામડાઓના વિકાસ માટે પ્રાણવાયુ બનીને ઉભરી રહી છે. પંચાયતી રાજ સંમેલનમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પંચાયતી રાજ સંસ્થાઓ લોકતંત્રની ભાવનાને પ્રોત્સાહન આપવાની સાથે આપણા નાગરિકોના વિકાસની આકાંક્ષાઓ પૂર્ણ કરે છે. આના મહત્વને સમજવું ખુબ જ જરૂરી હતું.
કોંગ્રેસે 10 વર્ષમાં 6000, અમારી સરકારે 8 વર્ષમાં 30000 પંચાયત ભવનો બનાવ્યા : મોદી
વર્ષ 2014 પહેલાના 10 વર્ષમાં કેન્દ્ર સરકારની મદદથી 6000 જેટલી પંચાયત ભવનો બનાવાયા હતા. આખા દેશમાં માત્ર 6000 જેટલા પંચાયત ઘરો જ બન્યા હતા. અમારી સરકારે 8 વર્ષની અંદર 30 હજારથી વધુ નવી પંચાયતોનું નિર્માણ કર્યું છે. અગાઉની સરકારે 70થી ઓછી ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબરથી જોડી હતી. અમારી સરકારે દેશની 2 લાખથી વધુ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડ્યું છે. તફાવત સ્પષ્ટ છે - આઝાદી બાદની સરકારોએ ભારતની પંચાયતી રાજ વ્યવસ્થાને ધ્વસ્ત કરી... જે વ્યવસ્થા સેંકડો વર્ષ, હજારો વર્ષ પહેલાથી હતી, તે જ પંચાયતી રાજ વ્યવસ્થા પર આઝાદી બાદ ભરોસો જ કરવામાં ન આવ્યો.
‘ગામોમાં પંચાયતી વ્યવસ્થા વિકસાવવા અમારી સરકાર સતત કામ કરી રહી છે’
આઝાદીના આ અમૃતકાળમાં આપણે સૌ દેશવાસીઓએ વિકસિત ભારતનું સપનું જોયું છે અને તેને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છીએ. ભારતને વિકસિત બનાવવા ગામડાઓની આર્થિક વ્યવસ્થા વિકસાવવી ખુબ જ જરૂરી છે. ભારતને વિકસિત બનાવવા ભારતના ગામડાઓની પંચાયતી વ્યવસ્થા વિકસાવવી પણ જરૂરી છે. આ વિચાર સાથે અમારી સરકાર દેશની પંચાયત વ્યવસ્થાને મજબૂત કરવા માટે સતત કામ કરી રહી છે. આપણે સૌ જનતાના પ્રતિનિધિ છીએ. આપણે બધા આ દેશ માટે, આ લોકશાહી માટે સમર્પિત છીએ. આપણી કામગીરી ભલે અલગ હોય, પરંતુ ધ્યેય એક જ છે - જનસેવાથી રાષ્ટ્રસેવા... આ લક્ષ્ય હાંસલ કરવા માટે અમારી સરકાર સતત ઝડપથી કામ કરી રહી છે.
રીવા, તા.24 એપ્રિલ-2023, સોમવાર