×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાનો આજથી પ્રારંભ, ગંગોત્રી-યમુનોત્રી ધામના દરવાજા ભક્તો માટે આજે ખુલશે



આજથી ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા યોજાવા શરુ થવા જઈ રહી છે. આજે અખાત્રીજના પાવન દિવસે ચાર ધામ યાત્રા ઔપચારિક રીતે શરૂ થશે. આજે ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા શ્રધ્ધાળુઓ માટે ખુલશે. આ માટે ગઈકાલથી ગંગોત્રીના દરવાજા ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવશે.  વહીવટી તંત્ર દ્વારા ચાર ધામ યાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે ખોલવામાં આવશે. 

યમુનોત્રી અને ગંગોત્રી ધામના દર્શન માટે યાત્રીઓ રવાના થયા

ગંગોત્રી-યમુનોત્રીના દરવાજા ભક્તો માટે ઉનાળાની ઋતુમાં દર્શન માટે ખોલવામાં આવશે. ગંગોત્રીના દરવાજા બપોરે 12:13 વાગ્યે ખુલશે અને યમુનોત્રીના દરવાજા 12:41 વાગ્યે ખુલશે. ગઈકાલે મુખબાથી મા ગંગાની ડોલી આર્મી બેન્ડની ધૂન સાથે ગંગોત્રી ધામ માટે રવાના થઈ હતી. માતા ગંગાની વિદાય વખતે મુળબા ગામના ગ્રામજનો ભાવુક બની ગયા હતા. ચારધામ યાત્રા માટે તીર્થયાત્રીઓ મોટી સંખ્યામાં ઉત્તરાખંડ પહોંચવા લાગ્યા છે. આજથી ખુલતા યમુનોત્રી અને ગંગોત્રી ધામના દર્શન માટે યાત્રીઓ રવાના થયા છે. ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જો કે વરસાદ અને હિમવર્ષાના કારણે તૈયારીઓમાં મુશ્કેલી આવી રહી છે. મુસાફરો પણ પરેશાન થઈ રહ્યા છે. ભગવાનના દર્શનની ઈચ્છાને કારણે ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી.

15 લાખથી વધુ ભક્તોએ નોંધણી કરાવી

આજે 12:41 વાગ્યે મંદિર પહોંચ્યા પછી મંત્રોના જાપ સાથે યમુનોત્રી ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે. ઉત્તરકાશીના ડીએમ તમામ સંબંધિત વિભાગોને યાત્રાના રૂટનું સમારકામ કરવા સૂચના આપી છે. આ ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ચારધામ યાત્રાના પ્રવેશદ્વાર ઋષિકેશ પહોંચ્યા પછી ભક્તો ઑફલાઇન નોંધણી કરીને તેમની યાત્રા શરૂ કરી શક્શે. મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોના યાત્રાળુઓ ટ્રાન્ઝિટ કેમ્પમાં પોતાની નોંધણી કરાવી રહ્યા છે.