×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત કોરોના : આજે વધુ 331 કેસ નોંધાયા, 376 દર્દીઓ સાજા થયા

અમદાવાદ, તા.21 એપ્રિલ-2023, શુક્રવાર

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો હોય તેવું જોવા મળ્યું રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી માત્ર કોરોના કેસ જ નહીં પણ મૃત્યુના કેસ પણ વધારો થતો રહ્યો છે. જોકે આજે એક પણ દર્દીનું મૃત્યુ ન નોંધાતા હાશકારો થયો છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 331 કેસ નોંધાયા છે. જ્યારે 376 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.

રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા

આજે સૌથી વધુ કેસો અમદાવાદમાં 98, મહેસાણામાં 29, સુરત-વડોદરામાં 28-28, પાટણમાં 20, વડોદરામાં 12, વલસાડમાં 11, ગાંધીનગર-સાબરકાંઠામાં 9-9, ભરૂચમાં 8, મોરબીમાં 7, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં 6-6 કેસ નોંધાયા છે.


આ જિલ્લાઓમાં દર્દીઓના સાજા થવાની સંખ્યામાં વધારો

આજે કોરોના કેસો નોંધાયા તેની સામે વધુ દર્દીઓ સાજા થાય છે. આજે રાજ્યમાં 331 કેસો સામે 376 દર્દીઓ સાજા થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 98 કેસ સામે 143 દર્દીઓ સાજા થયા છે. તો વડોદરામાંમાં 12 કેસ સામે 30 દર્દીઓ સાજા થયા છે, જ્યારે ભાવનગરમાં આજે 1 કેસ નોંધાયો છે, જેની સામે 11 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજકોટમાં 4 કેસો સામે 15 દર્દીઓ સાજા થયા છે.


કુલ 5 દર્દીઓ વેન્ટીલેટર

રાજ્યમાં કોરોનાને કારણે કુલ મૃત્યુઆંક 11072 પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં કુલ 1997 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. તો 1992 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,75,714 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે.