×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : સ્પેસએક્સનાં સ્ટારશિપ રોકેટમાં લોન્ચીંગ બાદ થયો વિસ્ફોટ, થોડી જ મિનિટોમાં થઈ ગાય બે ટુકડા

નવી દિલ્હી, તા.20 એપ્રિલ-2023, ગુરુવાર

વિશ્વની દિગ્ગજ અવકાશ સંશોધન કંપની સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટનું ગુરુવારે પ્રથમ લોન્ચિંગ કરાયું હતું. જોકે લોન્ચિંગ બાદ તરત જ રોકેટમાં વિસ્ફોટ થયો હતો. વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ બોકા ચિકા, ટેક્સાસથી સાંજે લગભગ 7.00 કલાકે લોન્ચ કરાયું હતું. લોન્ચિંગ કરાયેલું આ રોકેટ સ્ટારશિપનું પ્રથમ ઓર્બિટલ ટેસ્ટ હતું.

અગાઉ 17 એપ્રિલે પણ તેને લોન્ચ કરવાનો પ્રયાસ કરાયો હતો, જોકે પ્રેશર વાલ્વ જામી જવાથી લોન્ચિંગ કરાયું ન હતું. આ મામલે સ્પેસએક્સે કહ્યું કે, આજે આપણે ઘણું શીખ્યા છીએ. આ બાબતથી આપણે આગળ વધુ સફળતા મળશે. આજના ટેસ્ટથી આપણને સ્ટારશિપની વિશ્વસનીયતામાં સુધારો કરવામાં મદદ મળશે. કંપનીના માલિક એલોન મસ્કે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે થોડા મહિનામાં આગામી ટેસ્ટ લોન્ચ માટે ઘણું શીખવા મળ્યું...

સ્ટારશિપ રોકેટ શું છે?

સ્પેસએક્સના સ્ટારશિપ અવકાશયાન અને સુપર હેવી રોકેટને સામૂહિક રીતે સ્ટારશિપ નામ અપાયું છે. સ્ટારશિપને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું અવકાશયાન છે, જે ક્રૂ અને કાર્ગો બંનેને પૃથ્વીની કક્ષા, ચંદ્ર, મંગળ અને તેનાથી આગળ લઈ જવા માટે ડિઝાઈન કરાયું છે. તે વિશ્વનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ હશે. રોકેટની ઉંચાઈ 120 મીટર અને વ્યાસ 9 મીટર છે, જ્યારે તેની પેલોડ ક્ષમતા 100થી 150 ટન છે.