×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની તસવીરો આવી સામે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન, ચીનમાં દેખાવાનું શરૂ

Image : Pixabay


આજે વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ છે આ સુર્યગ્રહણ જે 100 વર્ષમાં માત્ર થોડી વાર જ જોવા મળી રહ્યુ છે. આજે દુનિયાભરના લોકો પણ તેને જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. જો કે આ સૂર્યગ્રહણ વિશ્વમાં અમુક દેશોમાં જ જોવા મળશે. હાલ આ સુર્યગ્રહણ ઓસ્ટ્રેલિયામાં દેખાવાનું શરૂ થઈ ગયું છે. આ સુર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે પરંતુ અમેરિકા, જાપાન, ચીનમાં જોવા મળી રહ્યું છે. આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે જેને મિશ્ર સૂર્યગ્રહણ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 7 કલાક 04 મિનિટથી શરૂ થઈ ગયુ છે અને બપોરે 12 કલાક 29 મિનિટ પર સમાપ્ત થશે. સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા, પૂર્વ અને દક્ષિણ એશિયા, પેસિફિક મહાસાગર, એન્ટાર્કટિકા અને હિંદ મહાસાગરમાં જોવા મળશે. જ્યારે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં. આ સૂર્યગ્રહણને હાઇબ્રિડ સૂર્યગ્રહણ કહેવામાં આવી રહ્યું છે. 

જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય ત્યારે ગ્રહણ લાગે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રાહુ અને કેતુ સૂર્યનો ગ્રાસ કરે છે. જેના કારણે ગ્રહણ લાગે છે. હાઈબ્રિડ સૂર્યગ્રહણ એક દુર્લભ પ્રકારનું ગ્રહણ છે, જે વલયાકાર ગ્રહણ અને પૂર્ણ સૂર્યગ્રહણનું સંયોજન છે. જ્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વીને પાર કરી આગળ નીકળી જાય ત્યારે આ ગ્રહણ લાગે છે. આ કારણે લોકો થોડી સેકન્ડ માટે સૂર્યમાં એક વલયાકાર રિંગ બનતા જોઇ શકશે.