×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એપલ સ્ટોરમાં એન્ટ્રી માટે આગલી રાતથી લાઈનો: ટીમ કૂક સાથે સેલ્ફી માટે પડાપડી


- ઉદ્ઘાટનમાં માધુરી, શિલ્પા , મૌની , રવિના  સહિતની સેલિબ્રિટીઓ પણ પહોંચી

- એક ગ્રાહકે 1984નાં એપલનાં સૌથી પહેલાં મેકિન્ટોશન પર , બીજાએ જૂના આઈપોડ પર કૂકનો ઓટોગ્રાફ મેળવ્યો

- ટીમ કૂકે જાતે સ્ટોરના દરવાજા ખોલી ગ્રાહકોને આવકાર્યા, હવે બીજો સ્ટોર દિલ્હીમાં ચાલુ થશે

મુંબઈ : મુંબઈના બીકેસી ખાતે આજે એપલનો ભારતનો પહેલો સ્ટોર ખુલ્લો મૂકાયો હતો. આગલી રાતથી લાઈનો લગાવનારા લોકોને જોઈ ટીમ કૂક પ્રભાવિત થયા હતા અને તેમણે મુંબઈને અદમ્ય એનર્જીનું શહે ર ગણાવ્યુ ંહતું. સ્ટોરના પ્રારંભ નિમિત્તે આવી પહોંચેલી બોલીવૂડ સેલિબ્રિટીઓ તથા સામાન્ય લોકોમાં પણ ટીમ કૂક સાથે સેલ્ફીનો એકસરખો  ક્રેઝ જોવા મળ્ય ોહતો. 

ટીમ કૂક અને તેમની ટીમ સ્ટોરના દરવાજા પાસે ગોઠવાઈ ગઈ હતી. ઉદ્ધઘાટનની ક્ષમ પહેલાં તેમણે મોટા અવાજે કાઉન્ટ ડાઉન શરુ કર્યુ ંહતું જેને સ્ટોરની બહાર જમા થયેલી જનમેદનીએ પણ ઝીલી લીધું હતું. આખરે ટીમ કૂકે જાતે સ્ટોરના ડોર ગ્રાહકો માટે ઓપન કર્યાં હતાં અને તેમને બે હાથ પહોળા કરી આવકાર્યા હતા. આ સમયે ખાસ બોલાવાયેલા ઢોલીઓએ નાશિક ઢોલની રમઝટ બોલાવી હતી. લોકોેએ ચિચિયારીઓ અને હર્ષનાદો સાથ ેઆ ક્ષણને વધાવી લીધી હતી. તેમાંથી કેટલાય લોકો તો આગલી રાતથી સ્ટોર બહાર લાઈનો લગાવીને ઊભા રહ્યા હતા. આજે મોડે સુધી સ્ટોરમાં એન્ટ્રી માટે લાઈનો લાગી હતી. મુંબઈની કાલીપીલી ટેક્સ પરથી પ્રેરણા લઈને ડિઝાઈન કરાયેલા બે માળના સ્ટોરને માણવા માટે મહારાષ્ટ્રના નાનામોટાં શહેરો ઉપરાંત ગુજરાત અન ેછેક રાજસ્થાનથી પણ લોકો ખાસ આવ્યા હતા. 

દરવાજા ખુલ્લા મૂકાયા પછી  સ્ટોરમાં ટીમ કૂક સાથ ેસેલ્ફી માટે પડાપડી જામી હતી. હજુ આગલા દિવસે જ ટીમ કૂકને વડાપાઉં ચખાડનારી માધુરી દીક્ષિતથી માંડીને મૌની રોય, શિલ્પા શેટ્ટી, રવિના ટંડન તથા સંગીતકાર એ. આર. રહેમાન સહિતની હસ્તીઓએ ટીમ કૂક સાથ ેફોટા પડાવ્યા હતા. 

જોેકે, ટીમ કૂકે ગ્રાહકોને પણ નિરાશ કર્યા ન હતા. તેમણે લોકો સાથ ેઉત્સાહભેર ફોટા પડાવ્યા હતા. 

સ્ટોર પર સૌથી પહેલા પહોંચનારાઓમાં ફિલ્મ અભિનેત્રી સોનાલી બેન્દ્રેનો પણ સમાવેશ થતો હતો. તે સમગ્ર પરિવાર સાથે ત્યાં ગઈ હતી અને બાદમાં સ્ટોરની વર્ચ્યુઅલ ટૂર કરાવતા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. 

મુંબઈના ગોરેગાંવના એક રહીશ સઈદ મોઈનુદ્દિન તો  પોતે ૧૯૮૪માં ખરીદેલું એપલનું પહેલું મેકિન્ટોશ લઈને આવી પહોંચ્યા હતા. આ મશીન હજુ પણ કોઈએ સાચવી રાખ્યું છ ેતે જોઈને ટીમ કૂક ખુદ દંગ થઈ ગયા હતા. તેમણે આ માનવંતા ગ્રાહકની વિનંતી સ્વીકારીને તેમના પર હરખભેર હસ્તાક્ષર કરી આપ્યા હતા. મોઈનુદ્દિને જણાવ્યુ ંહતું કે હવે આ મશીન ચાલુ હાલતમાં નથી પરંતુ પોતાને તેના માટે બહુ પ્રેમ છે એટલે અત્યાર સુધી સાચવી રાખ્યું છે. 

રાજસ્થાનના પૂર્વ મહેતા એક અનબોક્સ આઈપોડ લઈને આવ્યા હતા. તેમણે આગલી રાતથી જ સ્ટોર બહાર મુકામ જમાવ્યો હતો. ઉદ્ધઘાટન પછી થોડા સમય બાદ તેઓ ટીમ કૂક સુધી પહોંચ્યા હતા અને આ આઈપોડ બોક્સ પર તેમના હસ્તાક્ષર મેળવ્યા હતા. કેટલાક લોકોે એપલના સહસ્થાપક સ્ટીવ જોબ્સની સ્ટાઈલના ટી શર્ટ પહેર્યાં હતાં. કેટલાક લોકો  એપલના શેપમાં વાળ કપાવીને આવ્યા હતા. આ દિવાનગી જોઈન ેટીમ કૂકને બહુ નવાઈ લાગી હતી. સ્ટોરના ઉદ્ધઘાટન પહેલાં જ ટીમ કૂકે ટ્વિટ કર્યુ ંહતું કે મુંબઈની એનર્જી, પેશન અને ક્રિએટિવિટી માન્યામાં ન આવે તેવી છે. અમે પણ બીકેસી સ્ટોરના ઉદ્ધઘાટન માટ ેએટલા જ રોમાંચિત છીએ. 

એપલનો હવે બીજો સ્ટોર દિલ્હીમાં તા. ૨૦મીએ એપ્રિલે શરુ થવાનો છે.  તે દિવસે ટીમ કૂક  અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે  મુલાકાત પણ થઈ શકે છે.