×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનની અવળચંડાઈ! અરુણાચલ પ્રદેશ બાદ હવે દક્ષિણ હિન્દ મહાસાગરમાં 19 જગ્યાના નામ બદલ્યાં

image : Twitter


વૈશ્વિક મંચ પર ઉભરતાં ચીને તેના વિસ્તારવાદી ઈરાદાનો સંકેત આપતા દક્ષિણ હિન્દ મહાસાગરની ઊંડાઈએ આવેલા 19 સમુદ્ર તટના નામ બદલી નાખ્યા છે. ચીન તરફથી કરાયેલી આ કાર્યવાહી ભારતની સંપ્રભુતા અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય પ્રવાસ ક્ષેત્રમાં સીધી દખલ છે. એક મહિનામાં ભારતીય સંપ્રુભતા સાથે ચેડાં કરવાનો આ બીજો પ્રયાસ હતો જે શી જિનપિંગના શાસન હેઠળ ચીને કર્યો હતો. તેને હિન્દ મહાસાગરમાં ચીનની વધતી દખલ તરીકે જોવાઈ રહ્યું છે. 

ચીનના મીડિયાએ તેને બેજિંગનું સોફ્ટ પાવર પ્રોજેક્શન ગણાવ્યું

અગાઉ ચીને 2 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશમાં 11 જગ્યાઓના ભૌગોલિક નામ બદલી નાખ્યા હતા જેની ભારત સરકારે આકરી ટીકા કરી હતી અને ચીનના દાવાને નકારી દીધા હતા. આ ઘટનાના એક દિવસ પહેલા ચીને દક્ષિણ હિન્દ મહાસાગરમાં સ્થિત 19 સમુદ્ર તટ(Sub surface features)ના નામ બદલી નાખ્યા જે ભારતીય પેનીનસુએલાથી લગભગ 2000 કિ.મી. દૂર છે. ચીનના મીડિયાએ તેને બેજિંગનું સોફ્ટ પાવર પ્રોજેક્શન ગણાવ્યું છે. 

કયા કયા સ્થળોના નામ બદલાયા 

હિન્દ મહાસાગરમાં ચીન દ્વારા  જે 19 જગ્યાઓના નામ બદલાયા છે તેમાંથી 6 ઓમાનના તટ અને આફ્રિકી હોર્નથી દૂર જિબૂતીના ચીનના પોર્ટની નજીક છે. આ ઉપરાંત મેડાગાસ્કરના તટ પર ચાર સી-બેડ ફીચર્સ છે. 8 હિન્દ મહાસાગરના દક્ષિણ-પશ્ચિમ રિઝ પર અને એક એન્ટાર્કટિકા તરફ ઊંડા હિન્દ મહાસાગરમાં રિઝ ફીચર્સના પૂર્વમાં આવેલ છે. આ મામલે પ્રતિક્રિયા આપતા સાઉથ બ્લોકના એક અધિકારીએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ અને ઊંડા હિન્દ મહાસાગરમાં વિવિધ ભૌગોલિક સ્થળના નામ બદલવા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની મધ્ય સામ્રાજ્યની માનસિકતા દર્શાવે છે.