×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BCCIએ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ પર કર્યો નાણાંનો વરસાદ : હવે રણજી વિજેતાને 2 કરોડના બદલે મળશે રૂ.5 કરોડ

નવી દિલ્હી, તા.16 એપ્રિલ-2023, રવિવાર

BCCIએ આજે સ્થાનિક ટૂર્નામેન્ટની ઈનામી રકમને લઈ મોતો નિર્ણય કર્યો છે. BCCIએ સ્થાનિક ટૂર્નામેન્ટની ઈનામી રકમમાં ધરખમ વધારો કર્યો છે. આ સિઝનથી રણજી ટ્રોફી વિજેતાને હવે રૂ.2 કરોડના બદલે રૂ.5 કરોડ મળશે. સૌથી વધુ ફાયદો મહિલા ક્રિકેટની ટુર્નામેન્ટને થયો છે. મહિલા વન-ડે ટ્રોફીની વિજેતાને હવે રૂ.6 લાખને બદલે રૂ.50 લાખ અને T20 મહિલા ટ્રોફીની વિજેતાને રૂ.5 લાખને બદલે રૂ.40 લાખ મળશે.

રણજી રનર્સ અપને 3 કરોડ

BCCIના સચિવ જય શાહે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તેઓને એ જણાવતા આનંદ થાય છે કે, બોર્ડની તમામ ડોમેસ્ટિક ટુર્નામેન્ટની ઈનામી રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

ઈરાની કપ વિજેતાને મળશે રૂ.50 લાખ

અત્યાર સુધી રણજી ટ્રોફીના વિજેતાને રૂ.2 લાખ, ઉપવિજેતાને રૂ.1 લાખ અને સેમીફાઈનલિસ્ટને રૂ.50 લાખ મળતા હતા. હવે વિજેતાને રૂ.5 લાખ, ઉપવિજેતાને રૂ.3 લાખ અને સેમીફાઈનલિસ્ટને રૂ.1 કરોડ મળશે. ઈરાની કપના વિજેતાને રૂ.25 લાખને બદલે 50 લાખ મળશે, જ્યારે ઉપવિજેતાને પણ હવે રૂ.25 લાખ મળશે.

મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટને થયો મોટો ફાયદો

દુલીપ ટ્રોફીના વિજેતાને રૂ.40 લાખને બદલે રૂ.1 કરોડ અને ઉપવિજેતાને રૂ.20 લાખના બદલે રૂ.50 લાખ રૂપિયા મળશે. વન-ડે માટે રમાયેલી વિજય હજારે ટ્રોફીના વિજેતાને રૂ.30 લાખને બદલે રૂ.1 કરોડ અને ઉપવિજેતાને રૂ.15 લાખને બદલે રૂ.50 લાખ મળશે. પ્રો.ડીબી દેવધર ટ્રોફીના વિજેતાને રૂ.25ને બદલે રૂ.40 લાખ અને ઉપવિજેતાને રૂ.15ને બદલે રૂ.20 લાખ મળશે.

સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી

સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીના વિજેતાને રૂ.25ને બદલે રૂ.80 લાખ અને ઉપવિજેતાને રૂ.10ને બદલે રૂ.40 લાખ મળશે. સિનિયર મહિલા વન-ડે ટ્રોફીની વિજેતાને રૂ.6ને બદલે રૂ.50 લાખ અને ઉપવિજેતાને રૂ.3ને બદલે રૂ.25 લાખ મળશે. સિનિયર મહિલા T20 ટ્રોફીની વિજેતાને રૂ.5ને બદલે રૂ.40 લાખ રૂપિયા અને ઉપવિજેતાને રૂ.3ને બદલે રૂ.20 લાખ આપવાની જાહેરાત કરાઈ છે.