×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live: લખનઉને 62 રને લાગ્યો બીજો ઝટકો, મેયર્સ પછી દીપક હુડા પણ આઉટ


IPLની 16મી સિઝનની 21મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમ લખનઉ  સુપર જાયન્ટ્સ સામે છે. બંને ટીમો લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમી રહી છે. પંજાબ કિંગ્સના કાર્યકારી કેપ્ટન સેમ કરને ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબનો નિયમિત કેપ્ટન શિખર ધવન ઈજાના કારણે આ મેચમાં રમી રહ્યો નથી.

  • LSG  10 ઓવરમાં 74/2
  • LSG 5 ઓવરમાં 42/0

લખનઉની બીજી વિકેટ પડી

લખનઉની નવમી ઓવરમાં 62ના સ્કોર પર બીજી વિકેટ પડી હતી. દિપક હુડા સિકંદર રઝાના હાથે LBW આઉટ થયો હતો.

લખનઉએ પ્રથમ વિકેટ ગુમાવી 

લખનઉને આઠમી ઓવરમાં 53 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. કાયલ મેયર્સ 23 બોલમાં 29 રન બનાવીને કેચ આઉટ થયો હતો. 

IPL-2023 LSG vs PBKS Live Score

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

લખનઉની ટીમ પ્રથમ બેટિંગ કરશે

પંજાબ કિંગ્સના કાર્યકારી કેપ્ટન સેમ કરને લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે ટોસ દરમિયાન કહ્યું હતું કે, ધવનને નાની ઈજા છે અને તે જલ્દી સાજો થઈ જશે. સિકંદર રઝાની ટીમમાં વાપસી થઈ છે.

બંને ટીમોના પ્લેઇંગ-11

પંજાબ કિંગ્સ: 

અથર્વ તાઈડે, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ ભાટિયા, સિકંદર રઝા, સેમ કેરન (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.

લખનઉ સુપર જાયન્ટ્સ: 

કેએલ રાહુલ , કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, ક્રુણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટ), આયુષ બદોની, અવેશ ખાન, યુદ્ધવીર સિંહ ચરક, માર્ક વુડ, રવિ બિશ્નોઈ.