×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડાપ્રધાન મોદી આસામની મુલાકાતે, એઈમ્સ અને 3 મેડિકલ કોલેજ સાથે 14300 કરોડ રૂ.ની ભેટ આપી

image : Twitter


વડાપ્રધાન મોદી આજે આસામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે રાજ્યને 14300 કરોડ રૂ.ની યોજનાઓની ભેટ આપી હતી. તેમણે પૂર્વોત્તર ભારતને પ્રથમ એઈમ્સ અને ત્રણ મેડિકલ કોલેજની ભેટ પણ આપી છે. તેમણે કહ્યું કે ગત 9 વર્ષોમાં નોર્થ ઈસ્ટની કનેક્ટિવિટી અંગે ઘણી ચર્ચા થઈ છે. આજે જે પણ અહીં આવે છે તે અહીંની પ્રશસાં કરતા થાકતો નથી. 

પૂર્વોત્તરના વિકાસથી ઘણા લોકોને તકલીફ થઈ રહી છે 

પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર પૂર્વના વિકાસની ચર્ચા થવાથી અમુક લોકોને ઘણી તકલીફ થઇ રહી છે. આ લોકોને ક્રેડિટની ચિંતા થાય છે. ક્રેડિટના ભૂખ્યા લોકોને નોર્થ ઈસ્ટ દૂર લાગતું હતું. એક પરાયાપણાનો ભાવ તેમણે જ પેદા કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે હાલમાં સરકાર સેવા ભાવથી કામ કરી રહી છે. 

અમે 15 એઈમ્સ પર કામ કર્યું 

પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીની એઈમ્સ 50ના દાયકામાં બની હતી. દેશના દરેક ખૂણાથી લોકો આવીને સારવાર કરાવતા હતા. અટલજીની સરકારે એવો પ્રયાસ કર્યો કે બીજી જગ્યાઓ પર પણ એઈમ્સ શરૂ કરવામાં આવે પણ બાદમાં બધુ ઠપ થઈ ગયું. જે એઈમ્સ શરૂ કરાઈ તે સુવિધાના અભાવે કામ કરી રહી હતી. અમે 15 એઈમ્સ પર કામ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા 10 વર્ષમાં 150 મેડિકલ કોલેજો બની હતી પણ અમારી સરકારે 300થી વધુ મેડિકલ કોલેજો ઊભી કરી દીધી.  વડાપ્રધાન મોદીએ આસામમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), ગુવાહાટી અને અન્ય ત્રણ મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યુ અને 'આપકે દ્વાર આયુષ્માન' અભિયાનનો પણ પ્રારંભ કર્યો હતો.  કેન્દ્ર દ્વારા રૂ. 1,123 કરોડના ખર્ચે AIIMSનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં 1000 બેડની હોસ્પિટલ અને 100 MBBS સીટો હશે.