×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિટનના વડાપ્રધાન સુનક સાથે PM મોદીએ કરી ટેલીફોનિક વાતચીત, જાણો કયા કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

image : Twitter


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન ઋષિ સુનકે ભારતની અધ્યક્ષતામાં ચાલી રહેલા G20 કોન્ફરન્સ માટે બ્રિટનના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.પીએમ મોદી અને સુનક વચ્ચેની વાતચીતમાં આર્થિક ભાગેડુઓના પ્રત્યાર્પણ અને લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલા સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. 

આર્થિક ભાગેડુઓના પ્રત્યાર્પણમાં ઝડપ દાખવવા કરી માગ 

અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે ફોન પર વાતચીતમાં આર્થિક ગુનેગારોના પ્રત્યાર્પણમાં ઝડપ લાવવાની માગ કરી હતી. આ સાથે પીએમ મોદીએ સુનક સાથે બ્રિટનમાં ભારતીય રાજદ્વારી સુવિધાઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પીએમએ બ્રિટનમાં ભારત વિરોધીતત્વો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.

બ્રિટને સુરક્ષાની ખાતરી આપી

વડાપ્રધાન સુનકે કહ્યું કે બ્રિટન ભારતીય હાઈ કમિશન પરના હુમલાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય માને છે અને ભારતીય મિશન અને તેના કર્મચારીઓની સુરક્ષાની ખાતરી આપે છે. પીએમ મોદીએ તેમના બ્રિટિશ સમકક્ષને પણ બૈસાખીની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી હતી.

ભારતીય હાઈ કમિશનના પરિસરમાં તોડફોડ કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય હાઈ કમિશન પરિસરમાં તોડફોડ કરી હતી. આ પછી ભારતે સખત વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ અસ્વીકાર્ય છે. ભારતે બ્રિટિશ સરકાર પર હાઈ કમિશનની સુરક્ષાને લઈને પણ આરોપ લગાવ્યા હતા.

મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરી

બંને નેતાઓએ સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર થયેલી પ્રગતિની સમીક્ષા કરી, ખાસ કરીને વેપાર અને આર્થિક ક્ષેત્રના સહયોગથી સંબંધિત. ભારત-યુકે રોડમેપ 2030માં હાજર અનેક દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સની સમીક્ષા સાથે બંને દેશો વચ્ચે પરસ્પર લાભદાયી મુક્ત વ્યાપાર કરારને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.