×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફરી કોરોનાની દહેશત : દિલ્હીમાં 1500થી વધુ, જ્યારે મહારાષ્ટ્રમાં 1000થી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હી, તા.13 એપ્રિલ-2023, ગુરુવાર

નવી દિલ્હી અને મહારાષ્ટ્રમાં ફરી કોરોનાને માથુ ઉચક્યું છે. અહીં દિવસે ને દિવસે સતત કેસો વધી રહ્યા છે. છેલ્લા સપ્તાહથી સતત કેસોમાં વધારો થતાં આરોગ્ય તંત્ર ફરી ચિતિંત થયું છે. ઝડપી ગતીએ વધતા કોરોના કેસોથી લોકોએ માસ્ક ફેરવું જરૂરી બની ગયું છે, ત્યારે દિલ્હીમાં ગુરુવારે કોરોનાના વધુ 1527 કેસ નોંધાયા છે. ત્યારબાદ દિલ્હીમાં સંક્રમણ દર 27.77 ટકાએ પહોંચ્યો છે. આ દરમિયાન બે દર્દીઓના મોત થયા હોવાના પણ અહેવાલો છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટર મુજબ 1 દર્દીનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે 1 દર્દીનું મોતનું પ્રારંભ કારણ કોરોના નથી. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના કુલ 5499 કોરોના ટેસ્ટ કરાયા છે, તો 909 દર્દીઓ સાજા થયા છે.

મહારાષ્ટ્રમાં વધુ 1086 કેસ નોંધાયા, 1 મોત

મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અહીં છેલ્લા સપ્તાહમાં કોરોના કેસો ઝડપથી વધતા આરોગ્ય તંત્ર ચિંતિત થયું છે. અહીં આજે 1086 કોરોના કેસો નોંધાયા છે, તો મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. આજે વધુ 806 દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 5700 છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના 274 કેસ નોંધાયા છે. મુંબઈમાં કોરોનાના 1635 એક્ટિવ કેસ છે.

દેહરાદૂનમાં 106 કેસ નોંધાયા, 1 મોત

ઉત્તરાખંડમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજધાની દેહરાદૂનમાં કોરોનાના 106 નવા કેસ નોંધાયા છે. ઉત્તરાખંડમાં કોરોનાના 255 સક્રિય કેસ છે જ્યારે રાજ્યમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે.