×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live : મુંબઈ ઈન્ડિયન્સે જીત્યો ટોસ, દિલ્હી કેપિટલ્સ કરશે બેટીંગ : પીચ ફાસ્ટ બોલરો માટે શ્રેષ્ઠ

નવી દિલ્હી, તા.11 એપ્રિલ-2023, મંગળવાર

આજે IPL-2023માં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જોકે તે પહેલા બંને ટીમે વચ્ચે ટોસ ઉછાળાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીની ટીમ પહેલા બેટીંગ કરશે. IPLના ઈતિહાસમાં સૌથી સફળ મુંબઈ ઈન્ડિયન્સને આ સિઝનમાં હજુ પહેલી જીત મળી નથી. આ ઉપરાંત દિલ્હીની ટીમ પણ મજબુત હોવા છતા જેવા પ્રદર્શનની આશા હતી તેવુ પ્રદર્શન કરી શકી નથી. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સે ત્રણ મેચ રમી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે બે મેચ રમી છે જો કે બંને ટીમો એક પણ મેચ જીતી શકી નથી. 

IPL-2023 Live Scorecard

દિલ્હીની પીચ ફાસ્ટ બોલર્સ માટે અનુકુળ 

આ મેદાન પર ટોસ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ મેદાન પર રમાયેલી મોટાભાગની T20 મેચો ચેઝ કરનાર ટીમ જીતી છે. આ સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. આ મેદાનની પીચ ફાસ્ટ બોલર્સ માટે અનુકુળ છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

દિલ્હી કેપિટલ્સની ટીમ

ડેવિડ વોર્નર (કેપ્ટન), અભિષેક પોરેલ (વિકેટ કીપર), પૃથ્વી શો, મનીષ પાંડે, રિલી રોસો, લલિત યાદવ, અક્ષર પટેલ, રોવમેન પોવેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, મુકેશ કુમાર, ખલીલ અહેમદ, અમન હાકિમ ખાન, સરફરાઝ ખાન , ઈશાંત શર્મા, પ્રવીણ દુબે, મિશેલ માર્શ, લુંગી એનગીડી, ફિલિપ સોલ્ટ, કમલેશ નાગરકોટી, મુસ્તાફિઝુર રહેમાન, ચેતન સાકરિયા, રિપલ પટેલ, યશ ધુલ, વિકી ઓસ્તવાલ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, અરશદ ખાન, ટિમ ડેવિડ, ટ્રિસ્ટન સ્ટબ્સ, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય, અર્જુન તેંડુલકર, રમનદીપ સિંહ, નેહલ વાઢેરા, સંદીપ વોરિયર, જોફ્રા આર્ચર, વિષ્ણુ વિનોદ, રિલે મેરેડિથ, શમ્સ મુલાની, આકાશ માધવાલ, ડુઆન જેન્સેન, દેવલ્ડ બ્રેવિસ, રાઘવ ગોયલ