×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પૂર્વ ડેપ્યુટી CM સચિન પાટલટ આજે ઉપવાસ પર, ગેહલોત સામે ખોલ્યો મોરચો, કોંગ્રેસનું વધ્યું ટેન્શન


રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ  સચિન પાટલટ આજે જયપુરમાં શહીદ સ્મારક પર રાજસ્થાન સરકાર વિરુદ્ધ એક દિવસીય ઉપવાસ પર ઉતરશે.ગેહલોત સરકારની નિષ્ક્રિયતાના વિરોધમાં ઉપવાસ પર ઉતરશે.

કોંગ્રેસના શાસનમાં પોતાની જ સરકાર સામે ઉપવાસ પર બેસવાની પહેલી ઘટના 

પાઈલટના ઉપવાસમાં સામેલ થવા માટે રાજ્યભરમાંથી તેમના સમર્થકો જયપુર પહોંચી રહ્યા છે. છેલ્લા બે દાયકામાં કોંગ્રેસના શાસનમાં પોતાની જ સરકાર સામે ઉપવાસ પર બેસવાની આ પહેલી ઘટના છે.

જયપુરમાં પાયલોટનો એક દિવસનો ઉપવાસ

પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસના ધારાસભ્ય સચિન પાયલોટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી ન કરવાને લઈને સીએમ અશોક ગેહલોતને ઘેર્યા છે. આજે સચિન પાયલટ જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ પર શહીદ સ્મારક ખાતે પોતાની જ સરકાર સામે ઉપવાસ કરશે. પાયલોટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે ભ્રષ્ટાચારને લઈને ઘણી વાતો એકસાથે કહી હતી, પરંતુ આજ સુધી આ કામ થયું નથી. તેને જોતા હું  શહીદ સ્મારક ખાતે એક દિવસના ઉપવાસ પર ઉતરીશ. આ ઉપવાસ તે વાતને રાખવા અને તેને કરવા માટે કરવામાં આવી રહ્યા છે જે આજ સુધી અમારી સરકારે નથી કર્યા.