×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડની હલ્દ્વાની જેલમાં 1 મહિલા સહિત 44 કેદીઓ HIV પોઝિટિવ મળી આવતા ખળભળાટ

image : pixabay 


ઉત્તરાખંડની હલ્દ્વાની જેલમાં 44 કેદીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સુશીલા તિવારી હોસ્પિટલના એઆરટી સેન્ટર ઈન્ચાર્જ ડૉ. પરમજીત સિંહે કહ્યું કે હલ્દ્વાની જેલમાં 44 કેદી હ્યુમન ઈમ્યુનો ડેફિશિયન્સી વાયરસ(HIV)થી પોઝિટિવ મળી આવ્યા હતા અને તેમાં એક મહિલા પણ એચઆઈવીથી સંક્રમિત જણાઈ હતી. 

પોઝિટિવ દર્દીઓને શોધી કાઢવા તપાસ ઝડપી બનાવાઈ 

ડૉ. સિંહે જણાવ્યું કે જેલમાં એચઆઈવી પોઝિટિવ કેદીઓની સંખ્યા સતત વધી રહી છે જેનાથી જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કેદીઓની સારવારની માહિતી આપતા ડૉ. સિંહે કહ્યું કે એચઆઈવી દર્દીઓ માટે એક એઆરટી(એન્ટીરેટ્રોવાયરલ થેરેપી) કેન્દ્ર સ્થાપિત કરાયું છે જ્યાં સંક્રમિત કેદીઓની સારવાર કરાય છે. મારી ટીમ સતત જેલમાં કેદીઓની તપાસ કરી રહી છે. 

NACOના દિશા-નિર્દેશો હેઠળ મફત સારવાર અને દવા 

તેમણે કહ્યું કે જે પણ કેદી એચઆઈવીથી સંક્રમિત થાય છે તેને રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંગઠન(NACO)ના દિશા-નિર્દેશો હેઠળ મફત સારવાર અને દવાઓ અપાય છે. હાલમાં જેલમાં 1629 પુરુષો અને 70 મહિલા કેદીઓ છે. આટલી મોટી સંખ્યામાં કેદીઓના એચઆઈવી પોઝિટિવ મળી આવતા જેલ તંત્ર પણ કેદીઓની નિયમિત તપાસ કરી રહ્યું છે જેથી એચઆઈવી સંક્રમિત કેદીઓને સમયસર સારવાર આપી શકાય.