×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અકોલામાં વરસાદ અને ભારે પવન વચ્ચે મંદિરના ટિનશેડ પર વૃક્ષ પડ્યું, 7નાં મોત, અનેક લોકો ઘવાયા

image  : Twitter


મહારાષ્ટ્રના અકોલામાં વરસાદને કારણે ઓછામાં ઓછા 7 લોકોએ જીવ ગુમાવ્યા. અહીં બાલાપુર તાલુકાના પારસ ગામમાં એક મંદિરના ટિનશેડ પર ભારે ભરખમ વૃક્ષ પડ્યું હતું. તેના લીધે સાત લોકો દટાઈ જતાં મૃત્યુ પામ્યા જ્યારે આ ઘટનામાં અન્ય 30થી 40 લોકો ઘવાયાની માહિતી મળી છે. ખરેખર રવિવારે અહીં વરસાદ પડી રહ્યો હતો અને ઝડપી પવન ફૂંકાવાને લીધે મંદિરની નજીક આવેલું આ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું અને મંદિરના ટિનશેડ પર જ આવીને પડ્યું. 

બાબુજી મહારાજ મંદિરે ઘટના બની 

ગામમાં બાબુજી મહારાજ મંદિર સંસ્થાન આવેલું છે. અહીં લીમડાનું ખૂબ જ જૂનું વૃક્ષ આવેલું હતું. આ વૃક્ષ ધરાશાયી થયા બાદ આજુબાજુના લોકો પણ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. અનેક લોકો ટિનશેડ નીચે દબાઈ ગયા હતા. પોલીસને પણ આ ઘટનાની જાણ કરાઈ હતી. જ્યારે ઘટનાસ્થળે આવી પહોંચેલી એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને નજીકની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા. વૃક્ષને હટાવવા અને લોકોને બચાવાવ માટે જેસીબીની મદદ લેવાઈ રહી છે. 

જિલ્લા કલેક્ટરે આપ્યું નિવેદન 

અકોલા જિલ્લાના કલેક્ટર નીમા અરોડાએ પુષ્ટી કરી કે આ ભયાવહ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 30થી 40 લોકો તેમાં ઘાયલ હોવાની માહિતી છે. તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને અકોલાની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.