×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધી પર આવશે વધુ એક મુસીબત : કેસ કરવાની તૈયારીમાં આસામના CM, કેજરીવાલ પર પણ કર્યો કટાક્ષ

દિશપુર, તા.09 એપ્રિલ-2023, રવિવાર

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. આજે તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ટ્વિટ અપમાનજનક છે. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત ફરશે, ત્યારબાદ તેઓ 14મી એપ્રિલ બાદ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરશે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી પર વાર કરતા જણાવ્યું કે, તેઓ હજુ પણ અરવિંદ કેજરીવાલના આમંત્રણની રાહ જોઈ રહ્યા છે.

PM મોદી આસામને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે

CM હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી સરુસજઈ સ્ટેડિયમમાં કાર્યક્રમમાં ઉપસ્થિત આવશે અને 1709 કરોડના ખર્ચે નમરૂપ ખાતે બનાવાયેલા નવા આસામ પેટ્રો કેમિકલ્સ લિમિટેડ 500 પ્રોજેક્ટના TPD મિથેનોલનું ઉદ્ઘાટન કરશે. તેઓ રૂ.3197 કરોડના ખર્ચે પલાસબાડી-સુઆલકુચીને જોડતા બ્રહ્મપુત્રા નદી પરના બીજા પુલનો શિલાન્યાસ પણ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી AIIMS ગુવાહાટીથી ઘણા કાર્યક્રમોની શરૂઆત કરશે. IIT ગુવાહાટી કેમ્પસમાં એક હોસ્પિટલ બનાવાશે. વડાપ્રધાન દ્વારા એક સંસ્થાનો શિલાન્યાસ પણ કરાશે અને ગુવાહાટીમાં શંકરદેવ કલાક્ષેત્ર ખાતે ગૌહાટી હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં શું કહ્યું હતું ?

રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત 6 નેતાઓ પર નિશાન સાધ્યું હતું. ટ્વિટમાં ગૌતમ અદાણી, ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ કુમાર રેડ્ડી, હિમંત બિસ્વા સરમા અને અનિલ એન્ટનો ઉલ્લેખ કરી ટ્વીટમાં લખ્યું હતું કે, ‘સત્ય છુપાવે છે, તેથી તે દરરોજ ભટકે છે. સવાલ એક જ છે... અદાણીની કંપનીઓમાં વીસ હજાર કરોડની બેનામી પૈસા કોના છે ?’ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અદાણી જૂથ પર હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ સતત હુમલાઓ કરી રહ્યા છે.

સરમાનો વળતો પ્રહા, કહ્યું બોફોર્સ અને નેશનલ હેરાલ્ડ કૌભાંડોની કમાણી ક્યાં છુપાવી ?

ત્યારબાદ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, અમે તમને ક્યારેય પૂછ્યું નથી કે તમે બોફોર્સ અને નેશનલ હેરાલ્ડ કૌભાંડોમાંથી અપરાધની કમાણી ક્યાં છુપાવી છે. આપણે કોર્ટમાં મળીશું...