×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુખ્યમંત્રી શિંદે રામલલ્લાના દર્શન કરવા અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા, સંજય રાઉતે કહ્યું- અમારી નકલ કરી

image : Twitter


મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે એક દિવસની અયોધ્યાની મુલાકાતે યુપી પહોંચી ગયા છે. અહીં તેઓ રામલલાના દર્શન કરશે અને પૂજા કરશે. તેમની સાથે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર છે. શિંદેની મુલાકાતને લઈને રાજ્યમાં ભારે હોબાળો ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લખનઉમાં અયોધ્યા જતા સમયે કહ્યું હતું કે, 'ભગવાન રામના આશીર્વાદ અમારી સાથે છે અને તેથી અમને ધનુષ અને બાણનું પ્રતીક મળ્યું છે.'

ડેપ્યુટી સીએમએ ખુશી વ્યક્ત કરી

ઘણા શિવસૈનિકો અયોધ્યાના રામ કથા પાર્ક પહોંચ્યા હતા શિવસૈનિકોએ મોટી સંખ્યામાં ઢોલ અને શણગાર સાથે મુખ્યમંત્રી શિંદેનું સ્વાગત કર્યું. શિવસેનાના મંત્રીઓ, ધારાસભ્યો અને ઘણા સાંસદો પણ અયોધ્યા પહોંચી ગયા હતા.  આ સિવાય મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ લખનઉ પહોંચીને અયોધ્યાની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, 'હું ખૂબ જ ખુશ છું કે હું ભગવાન રામના આશીર્વાદ લેવા અયોધ્યા જઈ રહ્યો છું.'

'રામ મંદિર આસ્થા માટે આવ્યા છીએ, રાજકારણ નહીં'

મહારાષ્ટ્રના સીએમની અયોધ્યા મુલાકાતને લઈને થઈ રહેલા હોબાળા વચ્ચે તેમના પુત્ર અને શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ નિવેદન આપ્યું છે. શ્રીકાંત શિંદેએ કહ્યું કે, અમે રામ મંદિરમાં રાજનીતિ માટે નહીં પરંતુ આસ્થા માટે આવ્યા છીએ. અમારે કોઈ શક્તિ બતાવવાની જરૂર નથી. લોકો સ્વયં રામલલાના દર્શન કરવા અમારી સાથે ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. કેટલાક લોકો અહીં આવ્યા અને ડાયલોગ્સ મારીને જતા રહ્યા. તેમણે કહ્યું, પહેલા મંદિર પછી સરકાર, પરંતુ પહેલા સરકાર બનાવી.

સંજય રાઉતે કર્યા પ્રહાર 

આ પછી ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે પણ શિંદેની અયોધ્યા મુલાકાતને લઈને નિવેદન આપ્યું છે. રાઉતે કહ્યું, અમે પણ ભગવાન રામમાં માનીએ છીએ. અમે ઘણી વખત અયોધ્યા પણ ગયા છીએ. પરંતુ ભાજપ ક્યારેય અમારી પાર્ટી સાથે આવ્યો ન હતો જ્યારે બાબરી ઘટના બની ત્યારે તેઓ ભાગ્યા હતા. મહારાષ્ટ્રમાં ખેડૂતો વરસાદ અને અતિવૃષ્ટિથી પરેશાન છે, પરંતુ આ તમામ મુદ્દાઓને અવગણીને રાજ્ય સરકાર અયોધ્યા ગઈ હતી. શું ભગવાન રામ તેમને આશીર્વાદ આપશે? તેઓ અમારી નકલ કરી રહ્યા છે. જનતા જાણે છે કે કોણ અસલી અને કોણ નકલી.