×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CM યોગી આદિત્યનાથ પાકિસ્તાન સહિત 155 દેશોની નદીના નીરથી 'રામલલા'નો કરશે ભવ્ય જળાભિષેક


અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નિર્માણ કાર્ય દરમિયાન જ શ્રી રામ જન્મભૂમિ મંદિરના જલાભિષેકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વની નદીઓ અને સમુદ્રોના જળથી અભિષેક કરવામાં આવશે. તેને ભવ્ય અને યાદગાર બનાવવા માટે એક મોટો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

155 દેશોની નદીઓના પાણી દ્વારા જલાભિષેક થશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 23 એપ્રિલે 155 દેશોની નદીઓના પાણીથી રામ લલ્લાનો જલાભિષેક કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, વિજય જોલીના નેતૃત્વમાં એક ટીમ 155 દેશોની નદીઓના પાણી યુપીના સીએમ યોગી આદિત્યનાથને સોંપશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સીએમ યોગી આદિત્યનાથ 23 એપ્રિલે મણિરામ દાસ કેન્ટોનમેન્ટ ઓડિટોરિયમમાં 'જલ કળશ'ની પૂજા કરશે.

રશિયા-યુક્રેનની નદીઓના પણ પાણી લાવશે

પાકિસ્તાનની રાવી નદી સહિત સમગ્ર વિશ્વમાં વહેતી નદીઓમાં વહેતા પાણીને ભારે ઉત્સાહ સાથે એકત્ર કરવામાં આવ્યું છે. યુદ્ધ દરમિયાન પણ રશિયા અને યુક્રેનની નદીઓનું પાણી પણ એકત્ર કરવામાં આવ્યું છે. આ એકત્ર થયેલા પાણીથી શ્રી રામ જન્મભૂમિ મંદિરના અભિષેક કાર્યક્રમને ભવ્ય દેખાવ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રાવી નદીનું પાણી દુબઈ મારફતે ભારત લાવવામાં આવ્યુ

પૂર્વ ધારાસભ્ય વિજય જોલીએ કહ્યું કે, જ્યારે મેં પાકિસ્તાનમાં મારા મિત્રો સાથે વાત કરી તો તેઓએ હિંદુઓ પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો, તેઓએ તે પાણી મોકલવામાં અસમર્થતા દર્શાવી, પરંતુ છતાં ત્યાંથી જળ ગમે તે રીતે ભારત લાવવામાં આવ્યું, હું પાકિસ્તાનના તે હિંદુ મિત્રોને સલામ કરું છું જેમણે પાણી પેક કર્યું. પાકિસ્તાનથી રાવી નદીને અર્થપૂર્ણતા, સતર્કતા અને સક્રિયતા સાથે દુબઈ મોકલી અને દુબઈથી હું તેને ભારત લાવવામાં સફળ થયો હતો.