×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશના અન્ય ભાગોની સરખામણીએ ઉત્તર ભારતમાં ભૂજળસ્તરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો, સ્ટડીમાં દાવો

image : pixabay


ગત થોડાક સમયથી દેશના અન્ય ભાગોની તુલનાએ ઉત્તર ભારતમાં ભૂજળસ્તરમાં સૌથી વધુ ઘટાડો થયો છે. આઈઆઈટી ગાંધીનગર દ્વારા કરાયેલા એક અભ્યાસમાં આ માહિતી સામે આવી હતી. અભ્યાસ અનુસાર દેશમાં ભૂજળ સ્તરમાં જેટલો ઘટાડો થયો છે તેમાં 95 ટકાનો ઘટાડો ઉત્તર ભારતથી છે.

અભ્યાસમાં શું માહિતી સામે આવી... 

અભ્યાસમાં જાણ થઈ કે ભવિષ્યમાં વરસાદમાં વૃદ્ધિથી પહેલા જ સમાપ્ત થઈ ચૂકેલા સંસાધનોને સંપૂર્ણપણે પુનઃજીવિત કરવા માટે અપર્યાપ્ત હશે. આઈઆઈટી-ગાંધીનગરના રિસર્ચરોએ એ પણ નોંધ લીધી કે ભારતમાં ભૂજળમાં ઘટાડો ત્યાં સુધી યથાવત્ રહેશે જ્યાં સુધી ભૂજળના અત્યધિક દોહનને મર્યાદિત નહીં કરવામાં આવે જેનાથી ભવિષ્યમાં જળ સ્થિરતાના મુદ્દા સામે આવશે.

ભૂજળ સ્તર ઘટવાનું કારણ જણાવ્યું...

રિસર્ચરોએ કહ્યું કે બિન-નવીનકરણ(અસ્થિર) ભૂજળ દોહનની ભૂજળ ભંડાર પર મુખ્યરીતે અસર થાય છે. જેનાથી જળસ્તર ઘટી જાય છે. આઈઆઇટી ગાંધીનગરમાં સિવિલ એન્જિનિયરિંગ અને પૃથ્વી વિજ્ઞાન વિભાગમાં પ્રોફેસર વિમલ મિશ્રાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ભૂજળના ગાઢ સ્તરના વધારે પડતા વપરાશને અટકાવવા માટે નલકૂપની ઊંડાઈને મર્યાદિત કરવી અને નિકાસી ખર્ચને સામેલ કરવું ફાયદાકારક છે. 

આ ઉપાય સૂચવ્યો... 

પ્રોફેસર વિમલ મિશ્રાએ કહ્યું કે વૈશ્વિક સરેરાશ તાપમાન વૃદ્ધિને બે ડિગ્રી સેલ્સિયલની અંદર મર્યાદિત કરવાથી ઉત્તર ભારતમાં ભૂજળ ભંડારને લાભ થઈ શકે છે. આ અભ્યાસ તાજેતરમાં વન અર્થ નામની મેગેઝિનમાં પ્રકાશિત કરાયો હતો. તેમાં ભૂજળ ભંડાર પરિવર્તનશીલતાનો અભ્યાસ કરવા માટે કેન્દ્રીય ભૂજળ બોર્ડ દ્વારા ભૂજળ સ્તર અને ઉપગ્રહ અવલોકનથી પ્રાપ્ત ડેટાનું વિશ્લેષણ કરાયું હતું.