×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સોશિયલમ મીડિયા પ્લેટફોર્મના લોગો પર કબજાની લડાઈમા ડોગને ચકલીએ પછાડ્યો, ટ્વિટરનો લોગો ફરી બદલાયો


ફરી એકવાર ટ્વિટરનો લોગો ચર્ચામાં આવ્યો છે. ટ્વિટરમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એલન મસ્કે ફરી ટ્વિટરનો લોગો બદલ્યો છે.  ટ્વિટર ફરી જૂનો લોગો 'વાદળી ચકલી' દેખાઈ રહ્યો છે. આ ફેરફાર બાદ યુઝર્સ આશ્ચર્યમાં જોવા મળ્યા છે. કારણ કે હાલમાં જ માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેનો જૂનો લોગો બ્લુ બર્ડને હટાવીને એક 'શ્વાન'નો લોગો લગાવ્યો હતો, પરંતુ માત્ર 4 દિવસમાં જ ટ્વિટર પર ફરીથી બ્લુ બર્ડનો લોગો જોવા મળી રહ્યો છે, 'શ્વાન'ને ટ્વિટર હોમ પેજ પરથી હટાવી દેવામાં આવ્યો છે. 

હજુ 4 દિવસ પહેલા જ લોગોમાં કર્યો હતો બદલાવ 

આ સંપૂર્ણ ઘટના એવી છે કે, એલોન મસ્કે મંગળવારે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો હતો. જે બાદ વેબસાઈટ વર્ઝનમાં વાદળી ચકલીની જગ્યાએ ડોગ જોવા મળ્યો હતો. આ ડોગ ક્રિપ્ટોકરન્સી મીમ કોઈન ડોજકોઈન જેવો જ છે જેને એલોન મસ્ક અનેકવાર પ્રોત્સાહિત કરતો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી એલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી તેમને અનેક મોટાપાયે ફેરફારો કર્યા છે. પહેલા તેમણે બ્લૂ ટિક માટે સબ્સક્રિપ્શન સેવા શરૂ કરી હતી અને હવે તેમણે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે.