×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય રિઝર્વ બેંકે સામાન્ય માણસને આપી મોટી રાહત, રેપો રેટ યથાવત રાખતા EMI નહીં વધે


RBI આજે શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી જાહેર કરી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એવી અટકળો હતી કે, રેપો રેટમાં 0.25%ના વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે, પરંતુ લોકોને રાહત આપતા RBIએ કોઈ પણ જાતનો વધારો કર્યો નથી. RBIની આજે મળેલી MPCની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. MPCએ રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખ્યો છે. ક્રેડિટ પોલિસીમાં MSF રેટ 6.75% અને SDF 6.25% પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં હાલમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થશે તેના આધારે નિર્ણય લેવામાં આવશે.

RBIએ આર્થિક વિકાસ દર  6.4 ટકાથી વધારીને 6.5 ટકા કર્યો 

નાણાકીય વર્ષ 2024 માટે, RBIએ આર્થિક વિકાસ દરમાં વધારો કર્યા વિના તેને 6.4 ટકાથી વધારીને 6.5 ટકા કર્યો છે. આ રીતે RBIને વૃદ્ધિમાં થોડો વધારો થવાનો વિશ્વાસ છે. 

નાણાકીય વર્ષમાં 6 વખત રેપો રેટમાં 2.50%નો વધારો 

સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને 5.90% થઈ ગયા. ત્યારબાદ ડિસેમ્બરમાં વ્યાજ દર 6.25% પર પહોંચી ગયા. આ પછી, નાણાકીય વર્ષ 2022-23 માટે છેલ્લી નાણાકીય નીતિની બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જેમાં વ્યાજ દર 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યા હતા. જે હાલમાં મળેલી  મોનેટરી પોલિસી રેટને યથાવત રાખ્યો છે.

ઉદ્યોગ સંગઠનોએ પણ રેપો રેટ ન વધારવા માંગણી કરી હતી 

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ઉદ્યોગ સંગઠનોએ પણ સરકાર અને RBI પાસે માંગણી કરી હતી કે રેપો રેટમાં વધારો કરવામાં ન આવે. એ લોકોનું કહેવું છે કે, મોંઘવારી લાંબા સમયથી નિયંત્રણમાં છે અને તેનું સ્તર સામાન્ય છે. એટલા માટે રેપો રેટમાં ફેરફાર ન કરવો જોઈએ. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે RBI રેપો રેટમાં ફેરફાર કરી રહી છે.