×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કુનો નેશનલ પાર્ક : ઓબાન બાદ માદા આશા પણ પાર્ક એરિયામાંથી નિકળી બહાર, વન કર્મચારીઓની નજર

ભોપાલ, તા.05 એપ્રિલ-2023, બુધવાર

કૂનો નેશનલ પાર્કમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓએ વન વિભાગના અધિકારીઓની ઊંઘ ઉડાડી દીધી છે. ઓબાન ચિત્તા બાદ હવે માદા ચિત્તા આશા પણ પાર્ક એરીયામાંથી બહાર આવી ગઈ છે. તેનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા આપ્યું હતું. બુધવારે આશાનું લોકેશન વીરપુર-વિજયપુર વિસ્તારના બફર ઝોનના જંગલમાં જોવા મળ્યું હતું. આશા છેલ્લા 2-3 દિવસથી કુનોના બફર ઝોન અને તેની આસપાસના ખેતરોમાં છે. આશા ક્યારેક કુનોના રિઝર્વ ઝોનના જંગલમાં તો ક્યારેક બફર ઝોનમાં પહોંચી જાય છે. આશાનો મોટાભાગનો સમય નદીઓ અને નાળાઓમાં પસાર થાય છે. વન વિભાગની ટીમ પણ આશા પર સતત નજર રાખી રહી છે.

ઓબાન બાદ આશા કૂનોમાંથી બહાર આવતા ગ્રામજનોમાં ફફડાટ

ઉલ્લેખનિય છે કે, રવિવારે સવારે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી નામીબિયાથી આવેલો ઓબાન નામનો ચિત્તો કુનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળીને વિજયપુરના ઝાર બરોડા ગામડાં પાસે પહોંચી ગયો હતો. ઓબાન સતત ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. વન વિભાગની ટીમ ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં લાવવાના તમામ પ્રયાસો કરી રહી છે. જોકે હજુ સુધી ટીમ સફળ થઈ નથી... તો આજે માદા આશા પણ કુનો નેશનલ પાર્કની બહારના વિસ્તારમાં પહોંચ્યા બાદ ગ્રામજનો ફફડી ગયા છે. શનિવારે રાત્રે ઓબાને કુનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળતી વખતે એક ગાયનો શિકાર કર્યો હતો. ત્યારબાદ તેણે અન્ય કોઈપણ જંગલી પ્રાણીનો શિકાર કર્યો નથી. બુધવારે ઓબાને ચિંકારાનો શિકાર કર્યો હતો. જો કે તેનાથી મનુષ્યને કોઈપણ ખતરો નથી. અધિકારીઓનું કહેવું છે કે ચિત્તા માનવ વસવાટથી દૂર રહેવાનું પસંદ કરે છે, તેઓ મનુષ્યો પર હુમલો પણ કરતા નથી.

ચિત્તાના રક્ષણ માટે ડોગ

ચિત્તાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કુનો નેશનલ પાર્કમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. પંચકુલાથી 7 મહિનાની સ્પેશિયલ ટ્રેનિંગ બાદ મહિલા જર્મન શેફર્ડ ડોગ ઈલુને પાર્કમાં લવાઈ છે, જે વન્યજીવોનો શિકાર કરનારા લોકોને પકડવામાં મદદ કરશે. 11 મહિનાની ઈલુ ડોગ હવે કુનો નેશનલ પાર્કના જંગલમાં દરેક બાબતો પર નજર રાખી શિકારીઓને આવતા અટકાવશે.

નામિબિયાથી લવાયેલ માદા ચિત્તા શાશાનું મોત થયું હતું

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લાવવામાં આવેલા એક માદા ચિત્તાનું મોત થયું છે. ભારતમાં ચીત્તા વસાવવાના પ્રોજેકટ હેઠળ ગત નવેમ્બરમાં નામીબિયાથી ચિત્તા લાવવામાં આવ્યા હતા. તેમાં શાશા નામની એક માદા ચિત્તાનો પણ સમાવેશ થતો હતો. ભારત લાવવામાં આવી ત્યારે શાશા કિડની ઇન્ફેકશન ધરાવતી હતી. આ કિડની ઇન્ફેકશન જ તેના મોતનું કારણ બન્યું છે. 

ગત સપ્ટેમ્બરે નામીબિયાથી લવાયા હતા 8 ચીત્તા

કુનો નેશનલ પાર્કમાં ગત સપ્ટેમ્બર માસમાં નામીબિયાથી ૮ ચીત્તા લાવવામાં આવ્યા હતા. ૧૮ ફેબુ્રઆરીના રોજ સાઉથ આફ્રિકાથી ૧૨ નવા ચીતા લાવીને પાર્કમાં વસાવાયા છે. હવે પાર્કમાં ચીત્તાની કુલ સંખ્યા ૨૦ થઇ હતી જે હવે ૧૯ થઇ છે. તાજેતરમાં નામીબિયાથી લાવવામાં આવેલા ચીત્તા ઓબાનની તસ્વીર વાયરલ થઇ હતી. છે.વનકર્મી દ્વારા ઓબાન નદી કિનારે પાણી પીવા આવ્યો ત્યારે લેવામાં આવી હતી. વર્ષોની મહેનત પછી ભારતમાં ચીતા વસાવવાનો ચીત્તા પ્રોજેકટ મુર્તિમંત થયો છે.જંગલમાં મુકત રીતે ફરતા ચીતા જોતા માટે આઝાદી પછી ખૂબ રાહ જોવી પડી હતી. આ પહેલા રવીવારે હૈદરાબાદના પ્રાણી સંગ્રહાલયમાંના એક માત્ર ચિત્તા અબ્દુલ્લાનું મોત થયું હતું. આમ એક જ અઠવાડિયામાં બે ચિત્તાના મોત થયા છે જો કે બંનેના કોઇ શારીરિક તકલીફના કારણે કુદરતી રીતે મોત થયા છે.