×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે પવન સાથે માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો

Image : pixabay

અમદાવાદ, 05 એપ્રિલ 2023, બુધવાર

રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં ફેરફાર થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવી જતા અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ પહેલા વરસાદ પડતા પાકમાં વ્યાપક નુકસાન થયુ છે ત્યારે વધુ એકવાર માવઠાની આગાહી થતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ સુધી માવઠાની અસર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં ઉનાળાની સાથે માવઠું થવાથી તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું હતું. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગરમીનું જોર વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર માવઠાની આગાહી થતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

આ ઉપરાંત અમદાવાદમાં શહેરનું તાપમાન 37, ગાંધીનગરનું 36, રાજકોટનું 37.6, વડોદરાનું 34.6 અને સુરતનું 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાવામાં આવ્યુ હતું. આ ઉપરાંત કચ્છના વિવિધ ભાગોમાં તાપમાન 35ની આસપાસ નોંધાયું હતું. સૌરાષ્ટ્રના દ્વારકામાં સૌથી નીચું મહત્તમ 29.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.