×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાક.નું અર્થતંત્ર ખાડે: રૂપિયો ડોલર સામે 287.29ના ઐતિહાસિક તળિયે


- પાકના રાજકારણીઓની સાથે રૂપિયાની પણ અધોગતિ

- ચીન કે સાઉદી અરેબિયા વહારે ન આવ્યું તો પાકિસ્તાનની સ્થિતિ વધારે કફોડી બનશે : લોટ માટે લોકાના જીવ જાય છે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ખાડે ગયેલા અર્થતંત્રનો વધુએક પુરાવો પાકના રુપિયાએ ડોલર સામે અત્યાર સુધી નોંધાવેલી તળિયાની સપાટી પરથી મળે છે. પાક રુપિયો ડોલર સામે ૨૮૭.૨૯ના ઐતિહાસિક તળિયે પહોંચી ગયો છે. આમ પાકના રાજકારણીઓની સાથે રુપિયાની પણ અધોગતિ થઈ છે. પાકની વિદેશી ચલણની અનામતો ઝડપથી ખતમ થઈ રહી છે અને તે આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ પાસેથી હજી સુધી રકમ મેળવી શક્યું નથી તેથી રોકાણકારો ચિંતિત છે, એમ મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું.

પાકના અર્થતંત્રની સ્થિતિ એટલી હદ સુધી કથળી ગઈ છે કે લોકો લૂંટફાટ પર ઉતરી આવ્યા છે. લોટ માટે લમણાઝીંક થઈ રહી છે. લોટ માટે થતી લૂંટફાટને રોકવા માટે પોલીસ કર્મચારીઓએ બંદૂકનો સહારો લેવો પડી રહ્યો છે. 

દેશમાં મોંઘવારી ચરમ સીમાએ પહોંચતા લોકો જરુરી ચીજો ખરીદવા માટે તલસી રહ્યા છે. મંગળવારે રુપિયો ૨૮૭.૨૯ પર બંધ આવ્યો હતો. આમ તે સોમવારના બંધ ૨૮૫.૦૪ કરતાં ૨.૨૫ કે ૦.૭૯ ટકા ઘટયો હતો. 

નાણાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ નાણાકીય આયાતકારોએ ડરમાંને ડરમાં યુએસ ડોલરની પેનિક બાઇંગ ખરીદી કરી છે, જ્યારે વિદેશીચલણનો પુરવઠો ઇન્ટરબેન્ક બજારમાં ઓછો હતો. 

પાકિસ્તાનનો લોન પ્રોગ્રામ ટેક્સ અને એનર્જી પ્રાઇસીસ વધવા છતાં હજી પણ અમલી બનાવી શકાયો નથી. આઇએમએફની શરતો હજી સુધી પાકિસ્તાન પૂરી કરી શક્યું નથી. પાકિસ્તાન બેઇલ-આઉટ થવાની અનેકવિધ ડેડલાઇન ચૂકી ગયું છે. 

પાકિસ્તાને આ પહેલા ૨૦૧૯માં આઇએમએફ પાસેથી છ અબજ ડોલરનું બેઇલઆઉટ મેળવ્યું હતું. ગયા વર્ષે તેને વિનાશક પૂરના બદલામાં બીજી એક અબજ ડોલરની સહાય મળી છે. પણ પાકિસ્તાન ફિસ્કલ કોન્સોલિડેશનના મોરચે પ્રગતિ સાધી ન શકતા આઇએમફે તેને મળતી સહાય બંધ કરી છે. 

નિષ્ફળ મંત્રણા પછી વોશિંગ્ટન સ્થિત આઇએમએફે પાકને યુએઇ પાસેથી નવી લોન સિક્યોર કરવા જણાવ્યું છે.