×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છેતરપિંડી કેસ મામલે પોલીસ મહાઠગ કિરણ પટેલને શ્રીનગરથી રોડ માર્ગે લઇને આજે અમદાવાદ પહોંચશે



અમદાવાદ, 04 એપ્રિલ 2023, મંગળવાર

સિધું ભવન રોડ પર આવેલા નીલકંઠ બંગ્લોઝને પચાવી પાડવાનો પ્રયાસ કરવાના કેસમાં ક્રાઇમબ્રાંચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. આજે પોલીસ કિરણ પટેલને રોડ માર્ગે લઈને આજે અમદાવાદ પહોંચશે. કિરણ પટેલને રિમાન્ડ માટે આજે સાંજે અથવા આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયના એડીશનલ કમિશનર તરીકે ઓળખ આપીને મહાઠગ કિરણ પટેલે સિધુ ભવન રોડ પર આવેલો જગદીશ ચાવડાનો નીલકઠ બંગલો 15 કરોડનાં ખરીદવાનું કહીને બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે તેની પત્ની માલિની અને તેના વિરૂદ્વ ગુનો નોધાયો હતો.  

કિરણ પટેલ ખોટી ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી લેવાના કેસમાં  શ્રીનગર પોલીસની કસ્ટડીમાં હોવાથી  અમદાવાદ ક્રાઇમબ્રાંચે તેની એક ટીમ તેની ધરપકડ કરવા માટે શનિવારે  શ્રીનગર પહોંચી હતી. જ્યાં જરૂરી કાર્યવાહી પૂર્ણ થતા રવિવારે કિરણ પટેલની કસ્ટડી મળતા પોલીસની ટીમ શ્રીનગરથી રોડ માર્ગે રવાના થઇ છે. પોલીસ આજે કિરણ પટેલને અમદાવાદ લાવશે.

થોડા દિવસ પહેલા માલિની પટેલની ધરપકડ કરાઈ હતી

કિરણ પટેલની પત્ની માલિની પટેલએ પણ છેતરપિંડીમાં સાથ આપ્યો હોવાથી તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. માલિની પટેલની જંબુસરથી ધરપકડ કરવામાં આવી હતી. બંને દંપતી અલગ-અલગ જગ્યાએ નાસતાં ફરતા હતા. ગુજરાત સરકારના પૂર્વ મંત્રીના ભાઈની ફરિયાદના આધારે કિરણ પટેલના પત્નીની ધરપકડ કરવામાં આવી હતી.